Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 1:6 - પવિત્ર બાઈબલ

6 ત્યાં લટકતાં સફેદ અને ભૂરા રંગના શણના કપડા જેને સફેદ શણની અને જાંબુડી રંગની દોરીઓ વડે ચાંદીની કડીઓ પર અને આરસના સ્તંભો દ્વારા લગાડવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો આરસ અને બીજા ભાતભાતના મૂલ્યવાન પથ્થરોની ફરશ પર ગોઠવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યાં ધોળા, લીલા તથા આસમાની રંગના [કાપડના પડદા] , રૂપાની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનારૂપાના પલંગ લાલ, ધોળા, પીળા તથા કાળા આરસપહાણની ફરસબંધી પર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે સ્થળે વાદળી અને સફેદ સૂતરના બારીક પડદા જાંબલી રેસાવસ્ત્રની દોરીઓ વડે આરસપહાણના સ્તંભો પર રૂપાની કડીઓ ઘાલી લટકાવવામાં આવ્યા હતા. ત્યાં શ્વેત આરસપહાણ તથા લાલ તેમજ લીલાશ પડતા વાદળી કિંમતી પથ્થરોની ફરસબંધી પર સોનારૂપાના દિવાનો મૂકેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યાં સફેદ, ભૂરા તથા જાંબુડી રંગના વસ્ત્રના પડદા ચાંદીની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો લાલ, ધોળા, પીળા તથા કાળાં આરસપહાણની ફરસબંધી પર સજાવેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 1:6
10 Iomraidhean Croise  

જ્યારે રાજા મહેલના બગીચામાંથી ઉજાણી રૂમમાં પાછો આવ્યો, ત્યારે એસ્તરની દયા યાચવા હામાન એસ્તરના પલંગ પર પડી રહ્યો હતો. આ જોઇને રાજા બોલ્યો; “શું મારા મહેલમાં મારા દેખતાં જ રાણી પર બળાત્કાર કરવા માઁગે છે?” રાજાના મોઢામાંથી આ શબ્દો નીકળતાંજ રાજાના સેવકોએ હામાનનું મોઢું ઢાંકી દીધું.


જ્યારે મોર્દખાય રાજા પાસેથી નીકળ્યો ત્યારે તેણે સફેદ અને ભૂરા રંગના વસ્રો માથે મોટો સોનાનો મુગટ અને ઝીણા શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેર્યા હતાં. આખા સૂસા શહેરે આનંદથી ઉજવણી કરી.


યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે.


પછી તે દબદબાભર્યા પલંગ ઉપર બેઠી અને સામે બાજઠ મૂક્યો. બાજઠ ઉપર તેમણે મેં આપેલો ધૂપ અને મેં આપેલું તેલ મૂક્યું.


તેઓ વેદીની બાજુમાં ધીરેલા નાણાંની સુરક્ષા તરીકે લીધેલાં કપડાં પર સૂઇ જાય છે. અને તેઓના દેવના મંદિરમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે.


યહોવા કહે છે કે, “જેમ કોઇ ભરવાડ સિંહના મોમાંથી માત્ર બે પગ કે કાનનો એકાદ ટુકડો બચાવી લે છે, તેમ સમરૂનના પલંગોમાં તથા રેશમી ગદેલાના બિછાના પર બેસનાર ઇસ્રાએલીઓમાંથી બહુજ થોડા બચવા પામશે.”


તમે એશઆરામથી હાથીદાંતના પલંગો પર સૂઓ છો વળી તમે ટોળામાંથી કુમળા હલવાનો અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.


પણ તેણે ના પાડી અને કહ્યું, “માંરે ખાવું નથી.” પણ પેલી સ્ત્રીએ અને અમલદારોએ પણ આગ્રહ કર્યો, એટલે છેવટે તે માંની ગયો, અને ભોંય ઉપરથી ઉઠીને ખાટલા ઉપર બેઠો.


Lean sinn:

Sanasan


Sanasan