Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 1:10 - પવિત્ર બાઈબલ

10 ઉજાણીના સાતમા દિવસે રાજા દ્રાક્ષારસ પીને ખુબ નશામાં હતો અને તેણે પોતાની સેવા કરતા સાત ખોજાઓ મહૂમાન, બિઝથા, હાબોર્ના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસને બોલાવ્યા અને હુકમ કર્યો કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 સાતમે દિવસે રાજાનું મન દ્રાક્ષારસથી મગ્ન હતું, ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર તથા કાર્કાસ, એ સાત ખોજા અહાશ્વેરોશ રાજાના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મિજબાનીનો સાતમો દિવસ હતો. રાજા પીને મસ્ત બન્યો હતો ત્યારે તેણે રાણીગૃહના સાત અંગરક્ષકોને બોલાવ્યા. તેમનાં નામ આ પ્રમાણે હતા: મહુમાન, બીઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને ર્ક્ક્સ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સાતમે દિવસે જયારે રાજા દ્રાક્ષારસમાં મગ્ન હતો ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસ એ સાત ખોજા જેઓ તેના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 1:10
16 Iomraidhean Croise  

તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. યૂસફે પોતાના ભાણામાંથી વાનગીઓ લઈને તેઓની આગળ પિરસાવી પણ પ્રત્યેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું પાંચગણું હતું; તેઓએ તેની સાથે ખાધુંપીધુંને મોજમાં આવી ગયા.


આબ્શાલોમે પોતાના માંણસોને કહ્યું, “બરાબર ધ્યાન રાખજો, આમ્નોન દાક્ષારસની મસ્તીમાં આવી જાય અને હું એમ કહું કે, આમ્નોનને પૂરો કરો, ત્યારે તેને માંરી નાખવો. ડરશો નહિ, હુકમ કરનાર હું છું. હિંમત રાખજો અને બહાદુરીથી કામ લેજો.”


રાણી વાશ્તીએ પણ સ્રીઓ માટે અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં એક ઉજાણી આપી હતી.


સંદેશાવાહકોએ આ હુકમનામાની જાહેરાત સૌપ્રથમ સૂસાનાં પાટનગરમાં કરી. પછી સંદેશવાહકો આ આદેશપત્રોને દરેક પ્રાંતમાં આપવા ગયા. સૂસાનું સમગ્ર નગર ભયભીત થઇ ગયું અને મુંઝવણમાં મૂકાઇ ગયું. પણ રાજા અને હામાન દ્રાક્ષારસ માણી રહ્યાં હતાં.


જે ખોજાઓ રાજાની સન્મુખ તે વખતે હાજર હતા તેઓમાંના એક, જેનું નામ હાબોર્નાહ હતું તેણે કહ્યું કે, મોર્દૃખાય, જેણે કાવત્રાની માહિતી આપીને રાજાની મદદ કરી હતી, તેને લટકાવવા માટે હામાને પોતાના ઘરની પાસે પંચોતેર ફુટનો ફાંસીનો માંચડો કરાવ્યો છે. રાજાએ કહ્યું, “હામાનને તેના પર ફાંસી આપો.”


દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે, મધનું પીણું દંગો મચાવે છે; જે કોઇ સુરાપાનને લીધે ખોટેમાર્ગે જાય છે તો તે જ્ઞાની નથી.


દ્રાક્ષારસ પીવો તે રાજાનું કામ નથી, ઓ લમૂએલ; દ્રાક્ષારસની પાછળ ઝૂરવું એ રાજકર્તાનું કામ નથી.


ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવનને ખુશી આપે છે. પૈસાથી બધું જ મળે છે.


નશાની હાલતમાં તેઓએ કહ્યું, “સામસૂનને બોલોવો; જેથી તે અમાંરું મનોરંજન કરી શકે!” આમ સામસૂનને કેદખાનામાંથી બહાર લાવવામાં આવ્યો અને તેણે તેઓ માંટે અભિનય કર્યો. પછી તેને મંદિરના બે થામભલાઓની વચ્ચે ઊભો રાખવામાં આવ્યો.


તેથી તે બે જણે ભેગા બેસીને ખાધું પીધું; સસરાએ જમાંઈને કહ્યું, “માંની જાઓ, રાત અહીં જ ગાળો, અને મોજ કરો.”


બોઆઝ પોતાનું કામ પુરું કરી અને જમીને ખૂબ પ્રસન્નતા અને સંતોષમાં હતો, તે ઘાસના ઢગલા પાસે જઈને સૂઈ ગયો. પછી રૂથ છાનીમાંની આવી અને તેના પગ ઉપરથી પાગરણ ખસેડીને તેની બાજુમાં સૂઈ ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan