Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 9:5 - પવિત્ર બાઈબલ

5 જીવતાં મનુષ્યો એટલું જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે. પરંતુ મરેલાંઓ તો કશુંજ જાણતા નથી. તેઓને કોઇ બદલો મળતો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનુમ સ્મરણ લોપ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જીવતાંઓ જાણે છે કે તેઓ મૃત્યુ પામવાનાં છે. પરંતુ મૃત્યુ પામેલાં તો કંઈ જાણતા નથી. હવે તેમને કશો બદલો મળવાનો નથી. તેમની તો યાદગીરી પણ ભુલાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જીવતાઓ જાણે છે કે તેઓ મરવાના છે. પરંતુ મૃત્યુ પામેલાઓ કશું જાણતા નથી. તેઓને હવે પછી કોઈ બદલો મળવાનો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 9:5
18 Iomraidhean Croise  

આપણે સૌ મૃત્યુ પામવાના છીએ. આપણે એક દિવસ જમીન પર ઢોળાયેલા પાણી જેવા થઇશું એ કાંઈ પાછું ભેગું થાય નહિ. દેવ લોકોને માંફ કરે છે. તે લોકો માંટે, જેને જબરદસ્તી સુરક્ષા માંટે ભાગવું પડે છે. પાછા બોલાવવાની યોજના બનાવે છે. તે તેઓને તેનાથી ભાગી જવા બળજબરી કરતા નથી.


તેના સંતાનો આદરપાત્ર થયાં છે કે નહિ, તેની તેને જાણ નથી; અથવા જો તેઓ નીચે લવાયા હોય તો અપમાનિત કરાયા હોય, એ વિષે પણ તે અજાણ છે.


હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો, જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો.


તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉખેડી નાખવામાં આવે!


લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી, મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.


પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું, દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.


ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ વિષે તેના પછી આવનારી પેઢીને પણ તેનું સ્મરણ નહિ હોય.


મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; જ્ઞાની અને મૂર્ખ બંન્ને મૃત્યુ પામશે અને આવનાર દિવસોમાં બન્ને ભૂલાઇ જશે.


ઉત્સવોની ઉજવણીમાં સમય બગાડવો તેનાં કરતાં દફનવિધીમાં પસાર કરવો તે વધુ સારું છે. કારણ કે પ્રત્યેક વ્યકિતએ એક દિવસ મરવાનું છે. સમય છે તો તે વિષે વિચારવું વધારે સારું છે.


મેં દુનિયામાં એવું પણ જોયું છે કે દુષ્ટ માણસને દફનાવી પાછા ફરતાં તેનાં મિત્રો તેના ભૂંડા કાર્યોને ભૂલી જાય છે અને જે નગરમાં તેણે પાપ કર્યા હોય ત્યાં જ તેનાં વખાણ કરે છે, એ પણ વ્યર્થતા છે!


જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે: કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.


પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું, તેઓ મૃત્યુ પામ્યાં અને ચાલ્યા ગયા છે; તેઓ હવે ફરીથી કદી જ પાછા આવી શકે તેમ નથી. તેમ તેઓની વિરુદ્ધ થયા અને તેઓનો નાશ કર્યો અને તેઓનું નામનિશાન પણ રહ્યું નથી.


હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો! જો ઇબ્રાહિમ અને ઇસ્રાએલ (યાકૂબ) અમારો અસ્વીકાર કરે તોયે, હે યહોવા, તું અમારો પિતા છે, પ્રાચીન સમયથી તું “અમારો ઉદ્ધારક” એ નામથી ઓળખાતો આવ્યો છે.


છેલ્લે મૃત્યુ પામનાર સ્ત્રી હતી.


જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan