Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:6 - પવિત્ર બાઈબલ

6 કારણ કે જેમ અગ્નિમાં કાંટા ઝડપથી સળગી જાય છે તેમ મૂર્ખનું હાસ્ય લાંબો સમય ટકતું નથી, એ વ્યર્થ પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે જેવો હાંલ્લા નીચે કાંટાનો ભડભડાટ હોય છે, તેવું મૂર્ખનું હસવું છે! એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મૂર્ખનું હસવું હાલ્લાં નીચે સળગતા કાંટાના તડતડાટ જેવું છે. તે પણ મિથ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:6
10 Iomraidhean Croise  

તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો; પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે. હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.


તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા, તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.


જો ડાહ્યો માણસ મૂર્ખ સાથે ન્યાયાલયમાં જાય તો તો મૂર્ખ ડાહી વ્યકિત પર ગુસ્સે થશે અને હસશે, અને ત્યાં કાંઇ સૂઝાવ નહિ હોય.


મેં વિનોદ વિષે જણાવ્યું કે, હંમેશા હસતા રહેવું તે પણ મૂર્ખાઇ છે; તેનાથી શું ભલું થાય?”


તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને આક્રંદમાં ફેરવી દઇશ. તમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હોય તેમ તમે ટાટ પહેરશો અને શોકની નિશાની તરીકે માથાના વાળ મુંડાવશો; તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.”


“પણ ઈબ્રાહિમે કહ્યું, ‘દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે.


અને એ લોકો અત્યારે જે સંતુષ્ટો છે તેમને પણ અફસોસ છે, કારણ કે તમારો ભૂખે મરવાનો સમય આવનાર છે, અને હાલમાં હસનારાઓ, તમને અફસોસ છે, કારણ કે તમે શોક કરવાના છો અને રડવાના છો.


Lean sinn:

Sanasan


Sanasan