સભાશિક્ષક 5:1 - પવિત્ર બાઈબલ1 દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારાં પગલાં સંભાળો. ભૂંડુ આચરણ કરે છતાં તે બાબતમાં સભાન ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાર્પણો લાવવા કરતાં દેવનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ; કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી; તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે સંભાળીને જજે. મૂર્ખોની માફક યજ્ઞાર્પણ ચડાવવા કરતાં ઈશ્વરમંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું સારું છે; કારણ, મૂર્ખો પાસે સાચાખોટાનો વિવેક નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઈશ્વરના ઘરમાં તું જાય ત્યારે તારાં પગલાં સંભાળ કેમ કે મૂર્ખો ખોટા કામ કરે એવું તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવા પાસે જવું તે વધારે ઉચિત છે. Faic an caibideil |
પરંતુ જે લોકો પોતાની જાતે પોતાના માર્ગની પસંદગી કરીને પોતાનાં પાપોમાં આનંદ માને છે અને જૂઠા દેવોને ધૂપ અર્પણ કરે છે, તેમને હું શ્રાપ આપીશ. દેવ તેમના અર્પણોને માન્ય રાખશે નહિ, આવા માણસો દેવની વેદી પર બળદનું બલિદાન આપે તે મનુષ્યના બલિદાન સમાન ગણાશે અને તેનો સ્વીકાર થશે નહિ. પણ જો તેઓ ઘેટાંનું ખાદ્યાર્પણ લાવે તો તે દેવની ષ્ટિમાં કૂતરાં અથવા ડુક્કરના રકતનું અર્પણ કરવા જેવું ધિક્કારપાત્ર ગણાશે!