Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:3 - પવિત્ર બાઈબલ

3 મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મારી નાખવાનો સમય અને સાજું કરવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય, તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:3
21 Iomraidhean Croise  

“દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.


પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું. યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,” યહૂદાના શહેરોને હું કહું છું, “તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.”


એ લોકોની બુદ્ધિ મંદ થઇ ગઇ છે, એમના કાન બહેરા થઇ ગયા છે, અને આંખ આંધળી થઇ ગઇ છે. આથી તેઓ આંખે જોઇ શકતા નથી કે કાને સાંભળી શકતા નથી. તેમજ બુદ્ધિથી સમજી શકતા નથી, એટલે તેઓ મારી પાસે પાછા ફરતા નથી અને સાજા થતા નથી.”


આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું, તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે, વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે, બાંધવાનું અને રોપવાનું છે.”


ભૂતકાળમાં જેમ હું તેમને ઉખેડી નાખવા, તોડી પાડવા, ઉથલાવી પાડવા, નાશ કરવા, અને હાનિ કરવા માટે નજર રાખતો હતો તેમ હવે તેમના પર કાળજી રાખીને તેઓને સંસ્થાપિત કરીશ.” આ યહોવાના વચન છે.


“છતાં એવો સમય આવશે ત્યારે હું તેના ઘા રૂઝાવીશ અને આરોગ્ય બક્ષીસ. હું તેના વતનીઓને સાજા કરી પૂર્ણ શાંતિને સલામતીનો અનુભવ કરાવીશ.


યહોવા કહે છે, “બારૂખને આ પ્રમાણે કહે: ‘આ દેશને મેં બાંધ્યો છે, હવે હું તેનો નાશ કરીશ. જે મેં સ્થાપન કર્યું છે તેને હું દૂર કરીશ.


તમે દિવાલ પર ચૂનો ધોળ્યો છે તેને હું તોડી પાડીશ, ભોયભેગા કરી નાખીશ, તેના પાયા ખુલ્લા પડી જશે. અને એ પડશે ત્યારે તમે એની નીચે કચઢાઇને મરી જશો. ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.


સૈન્યોનો દેવ યહોવા હાગ્ગાયને કહે છે કે, “આ પ્રજા કહે છે કે, મારું મંદિર ફરી બાંધવાનો સમય હજી આવ્યો નથી.”


“આ મંદિર હજી જર્જરીત અવસ્થામાં ઉજ્જડ પડી રહેલું છે, તે દરમ્યાન તમારે તમારા છતવાળાઁ રૂડાંરૂપાળાં મકાનોમાં રહેવાનો આ વખત છે શું?


ત્યારે યહોવાનો દેવદૂત બોલ્યો, “હે સૈન્યોનો દેવ યહોવા, સિત્તેર વર્ષથી તમે યરૂશાલેમ અને યહૂદિયાના શહેરો ઉપર રોષે ભરાયેલા છો. ક્યાં સુધી તમે એમના પર દયા નહિ કરો?”


“‘હું જ એકલો દેવ છું. બીજો કોઇ દેવ નથી, શું તમે નથી જોતા? હું જ માંરું છું, ને હું જ જીવાડું છું, હું જ કરું છું ઘાયલ, ને હું જ કરૂં છું સાજા; તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?


જો કોઈ માંણસ બીજા માંણસ સામે પાપ કરે તો દેવ તેને મદદ કરે. પરંતુ કોઈ માંણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો કોણ વચ્ચે પડે અને તેને બચાવે? આ રીતે એલીએ તેમને ઠપકો આપ્યો.” પણ તેના દીકરાઓએ તેનું સાંભળ્યું નહિ. તેથી યહોવાએ બંનેને માંરી નાખવાનો નિર્ણય કર્યો.


યહોવા જ માંરે છે, અને તે જ જીવન આપે છે. યહોવા જ માંણસોને મૃત્યુલોકમાં લઈ જાય છે અને પાછા લાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan