Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:8 - પવિત્ર બાઈબલ

8 મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી મેં પોતાને માટે સોનુંરૂપું અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માને છે તે, એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મેં સોનુંરૂપું તથા રાજાઓ અને પ્રદેશના ખજાનાઓ એકઠા કર્યા. ગાયકગાયિકાઓ મને મનોરંજન પૂરું પાડતા અને પુરુષો જેમાં આનંદ માને છે તે એટલે ઘણી ઉપપત્નીઓ પણ મારી પાસે હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:8
21 Iomraidhean Croise  

અત્યારે મને 80 વર્ષ તો થઇ ગયા. હું હવે કશું કરી શકતો નથી, સારું કે ખરાબ શું એ કહેવા માંટે હું ખૂબ વૃદ્ધ છું. ખાવાપીવાનો સ્વાદ અને આનંદ લેવા માંટે હું ખૂબ ઘરડો છું. અને ગાયકોને ગીતગાતાં સાંભળવાનો આનંદ માંણવા માંટે પણ હું ખુબ વૃદ્ધ છું. શું કરવા તો પછી તમને ભારરૂપ બની અને તમાંરી સાથે આવું?


ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું અને પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યુ. શેબાની રાણીએ રાજા સુલેમાંનને ભેટ ધરેલાં અત્તરો જેવાં પહેલાં ક્યારેય જોવામાં આવ્યા નહોતા.


સુલેમાંન રાજાને પ્રતિવર્ષ લગભગ 22,644 કિલો સોનું મળતું હતું.


રાજા સુલેમાંનના બધા પ્યાલાઓ શુદ્ધ સોનાના બનેલા હતા, અને લબાનોનના વનગૃહની દરેક વસ્તુઓ શુદ્વ સોનાની બનાવેલી હતી. ચાંદી બિલકુલ વાપરવામાં આવી નહોતી, કારણ, સુલેમાંનના જમાંનામાં તેની કશી કિંમત નહોતી.


તેને 700 રાજવંશની રાણીઓ હતી અને 300 ઉપપત્ની હતી; જેઓએ તેને દેવથી વિમુખ કરી દીધો હતો.


પેલી સોનાની ઢાલોને બદલે રાજા રહાબઆમે કાંસાની ઢાલો કરાવી, ને તે રાજમહેલના પ્રવેશદ્વારનું રક્ષણ કરતા સૈનિકોના સરદારોને સોંપી.


હીરામે રાજાને તે ઉપરાંત 4,080 કિલો સોનું મંદિરના બાંધકામ માંટે મોકલી આપ્યું હતું.


તેઓ ઓફીર જઈને ત્યાંથી 14,280 કિલો સોનું લઈ આવ્યાં, અને તે તેમણે રાજા સુલેમાંનને પહોંચાડયું.


દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે:


એ બધા પોતપોતાના પિતાની આગેવાની હેઠળ, યહોવાના મંદિરમાં સારંગી, વીણા અને ઝાંઝની સંગાથે ગાતા અને રાજાએ સોંપેલા કામ મુજબ દેવના મંદિરમાં સેવા બજાવતા.


એ ચંદનના લાકડામાંથી રાજાએ યહોવાના મંદિરના અને મહેલના પગથિયા, અને ગાયકગણ માટે સિતાર, અને વીણા બનાવડાવ્યાં. આવાં સુંદર વાજિંત્રો યહૂદીયા દેશમાં અગાઉ કદી હતા નહિ.


તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા.


જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે.


પરંતુ હું એક વધુ તક તમને આપીશ. જ્યારે વાજિંત્રોમાં રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાગે ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તમે પૂજા કરવા તૈયાર થશો તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તત્કાળ બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી કયા દેવ તમને બચાવશે?”


કે, જેવો તમે રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો કે, તમારે નીચે નમીને પૂજા કરવી.


આથી રણશિંગુ, શરણાઇ, વીણા, સિતાર, સારંગી વગેરે વાજિંત્રોનો નાદ સાંભળતા જ જુદી જુદી પ્રજાઓના અને જુદી જુદી ભાષા બોલનારા બધા લોકોએ રાજા નબૂખાદનેસ્સારે સ્થાપન કરેલી સોનાના પૂતળાની સાષ્ટાંગ નમસ્કાર કરીને પૂજા કરી.


તમે અર્થ વગરના ગીતો કામચલાઉ તંતુવાદ્ય વીણાના સૂર સાથે ગાઓ છો; તમે પોતા માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવો છો.


Lean sinn:

Sanasan


Sanasan