Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:7 - પવિત્ર બાઈબલ

7 મેં તેને મેંઢાની પાસે આવતો જોયો. તે મેંઢા પર ક્રોધે ભરાયો હતો. તેણે પૂરા બળથી મેંઢા ઉપર હુમલો કર્યો અને તેના બંને શિંગડાં ભાંગી નાખ્યાં. મેંઢો બિલકુલ લાચાર બની ગયો. બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને પગ તળે કચડી નાખ્યો, કેમકે તેને બકરાથી બચાવનાર કોઇ જ ન હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મેં તેને મેંઢાની પાસે આવી પહોંચતો જોયો, ને તે મેંઢા પર બહુ ક્રોધે ભરાયો હતો. તેણે મેંઢાને મારીને તેનાં બન્‍ને શિંગડાં ભાગી નાખ્યાં. તેની સામે ટક્કર લેવાને મેંઢો તદ્દન અશક્ત ને પોતાના પગથી એને કચરી નાખ્યો. તેના હાથમાંથી મેંઢાને છોડાવી શકે એવો કોઈ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મેં તેને ઘેટા પર આક્રમણ કરતો જોયો. બકરો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તેણે ઘેટા પર પ્રહાર કરી તેનાં બન્‍ને શિંગડાં તોડી નાખ્યાં. ઘેટામાં તો સામનો કરવાની કંઈ તાક્ત નહોતી. બકરાએ ઘેટાને જમીન પર પછાડયો અને કચડી નાખ્યો અને ઘેટાને બચાવી શકે એવું કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મેં બકરાને તેની નજીક આવતો જોયો. તે બકરા પર ક્રોધે ભરાયો હતો, તેણે પેલા બકરા ઉપર હુમલો કર્યો અને તેના બન્ને શિંગડાં ભાંગી નાખ્યાં. એ બકરો તેની આગળ ઊભો રહેવાને અશક્ત હતો. આવેલા બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને કચડી નાખ્યો. કેમ કે તેના બળથી તેને બચાવનાર કોઈ જ ન હતું.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:7
8 Iomraidhean Croise  

પછી મિસરનો રાજા ભારે ક્રોધમાં અરામના મોટા સૈન્યની સામે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે.


બીજા પ્રાણીઓ પાસેથી શાસનની સત્તા લઇ લેવામાં આવી, પણ એમને અમુક સમય સુધી જીવતા રહેવા દેવામાં આવ્યાં.


“પછી રાત્રે મેં મારા સંદર્શનમાં એક ચોથું પ્રાણી જોયું. તેનું વર્ણન થઇ ન શકે તેવું ભયાનક અને મજબૂત તે હતું. તે તેના શિકારને લોખંડના મોટા દાંત વડે ચીરીને ખાતું હતું. અને બીજાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. બીજા બધા પ્રાણીઓ કરતાં તે ઘણું જ વધારે ક્રુર અને ઘાતકી હતું અને તેને દશ શિંગડાં હતાં.


વધતું વધતું તે નક્ષત્રમંડળ સુધી પહોંચી ગયું. કેટલાક નક્ષત્રોને અને તારાઓને તેણે પૃથ્વી પર પટક્યાં અને પગ તળે કચડ્યાં.


પહેલા જે શિંગડાવાળા મેંઢાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે આવીને, તે તેના ઉપર પૂરા જોસથી ઘસી ગયો.


પછી એ બકરો ખૂબ જ અભિમાની બની ગયો, પણ તેનું બળ વધ્યું ત્યાં તેનું મોટું શિંગડું ભાંગી ગયું અને તેને ઠેકાણે ચાર દિશમાં ચાર મોટા શિંગડા ફૂટી નીકળ્યાં.


વળી કોઈ પાછળ પડયું ના હોવા છતાં યુદ્ધમાંથી મૂઠીવાળીને ભાગતા હોય તેમ તેઓ ભાગતાં એકબીજા સાથે ભટકાઈને, ઠોકરો ખાઈને પડશે અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓનામાં રહેશે નહિ.


આયના માંણસોએ પાછળ જોયું તો તેમણે નગરમાંથી ધુમાંડો આકાશમાં ચઢતો જોયો. તેઓ કયાંય ભાગી જઈ શકે એમ રહ્યું નહિ, કારણ જે ઇસ્રાએલીઓ વગડા તરફ ભાગી ગયા હતા તેમણે પાછા ફરીને પીછો પકડનારાઓ ઉપર હુમલો કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan