Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 7:8 - પવિત્ર બાઈબલ

8 “હું તેના શિંગડાં જોતો હતો તેવામાં, મેં એક નાના શિંગડાને એ શિંગડા વચ્ચે ફૂટી નીકળતું જોયું અને તેને માટે જગ્યા કરવાને પહેલાના ત્રણને મૂળમાંથી ઉખાડી નાખવામાં આવ્યાં એ શિંગડામાં માણસની આંખો જેવી આંખો હતી અને મોટી મોટી બડાઇ હાંકતું મુખ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હું શિંગડા વિષે વિચાર કરતો હતો એટલામાં, જુઓ, તેઓ મધ્યે એક બીજું નાનું શિંગડું ફૂંટી નીકળ્યું કે જેના પ્રતાપથી પહેલામાંનાં ત્રણ શિંગડાં સમૂળાં ઊખડી ગયાં. અને, જુઓ, આ શિંગડામાં માણસની આંખો જેવી આંખો, તથા [બડાઈની] વાતો કરનાર એક મુખ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હું શિંગડાં સામે તાકી રહ્યો હતો એવામાં તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણને ઉખેડી નાખ્યાં. એ નાના શિંગડાને માનવી આંખો હતી અને ગર્વિષ્ઠ વાતો કરનાર મુખ હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જ્યારે હું એ શિંગડાં વિષે વિચાર કરતો હતો તેવામાં, મેં જોયું તો, જુઓ તેઓની મધ્યે બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું. અગાઉના ત્રણ શિંગડાં મૂળમાંથી ઊખડી ગયાં. આ શિંગડામાં મેં માણસની આંખો જેવી આંખો અને મોટી બાબતો વિષે બડાઈ કરતું મુખ જોયું.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 7:8
15 Iomraidhean Croise  

પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.


“‘તે રાજા પોતાને મન ફાવે તે રીતે વર્તશે અને સર્વ દેવો કરતાં પણ પોતાને મોટો માનશે, અને દેવાધિદેવને વિષે પણ આભા થઇ જઇએ એવા નિંદાવચનો બોલશે. તેની સજાનો સમય આવે ત્યાં સુધી તો તે સુખસમૃદ્ધિ ભોગવશે. પણ જે નિર્માયું છે તે સાચું પડશે જ.


“ત્યારપછી મેં ચોથા પ્રાણીનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, જે બીજા બધા કરતાં જુદું હતું, જેને લોઢાના દાંત અને કાંસાના નહોર હતા, તેના હાથમાં જે આવે તેને તે ચીરી નાખતું અને ખાઇ જતું અને બાકી રહે તેને પગ તળે કચડી નાખતું હતું.


જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે. તે બધાની વિરુંદ્ધમાં પાપનો માણસ છે અને તે દુષ્ટ માણસ પોતાની જાતને દેવ તરીકે અને લોકો જેની ઉપાસના કરે છે તેની ઉપર તે પોતાની જાતને ઓળખાવે છે. અને તે દુષ્ટ માણસ તો દેવના મંદિરમાં જાય છે અને ત્યાં બેસે છે. અને પછી તે કહે છે કે તે દેવ છે.


એવો સમય આવશે કે જ્યારે લોકો પોતાની જાતને જ તથા પૈસાને પ્રેમ કરશે. તેઓ બડાશખોર અને અભિમાની બનશે. લોકો બીજાની નિંદા-કૂથલી કરતા થઈ જશે. લોકો પોતાના મા-બાપની આજ્ઞા નહિ પાળે. લોકોમાં આભારની ભાવના મરી પરવારશે. દેવને જેવા લોકો ગમે છે તેવા તેઓ નહિ હોય.


તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.


આ લોકો હંમેશા બીજા લોકોમાં ભૂલો શોધે છે અને ફરિયાદ કરે છે. તેઓ હંમેશા તેઓની ઈચ્છા મુજબ દુષ્ટ કૃત્યો કરે છે. તેઓ પોતાની જાત વિશે દંભ કરે છે. તેઓ ફક્ત પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરવા, સ્વાર્થ સાધવા માટે બીજા લોકો માટે સારું બોલે છે.


પછી મે એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને દસ શિંગડાં અને સાત માથાં હતાં, તેના દરેક શિંગડા પર મુગટ હતો. તેના દરેક માથાં પર ઈશ્વરનિંદક નામ લખેલું હતું.


તે તીડો યુધ્ધ માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવા હતા. તેઓના માથાં પર તેઓએ સોનાના મુગટો જેવી વસ્તુઓ પહેરી હતી. તેઓના મુખ માણસોના મુખ જેવા હતાં.


અભિમાંન અને બડાઇ હાંકનાર ન બનો. બડાશ માંરવાનું બંધ કરો કારણકે દેવ બધું જાણે છે. તે લોકોને દોરવે છે અને તેમનો ન્યાય કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan