દાનિયેલ 7:11 - પવિત્ર બાઈબલ11 “પેલું શિંગડું બડાઇની વાતો કરતું હતું. હું જોઇ રહ્યો હતો, એટલામાં એ પ્રાણીને મારી નાખવામા આવ્યું. તેના શરીરનો નાશ કરી સળગતા અગ્નિમાઁ નાખી દેવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જે શિંગડું મોટી મોટી [બડાઈની] વાતો કરતું હતું તેના અવાજને લીધે હું તે વખતે જોયા કરતો હતો. એ જાનવરને છેક મારી નાખવામાં આવ્યું, ને તેનું શરીર નાશ પામ્યું, ને તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયા કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 હું જોતો હતો ત્યારે પણ પેલું નાનું શિંગડું હજુ બડાઈ હાંકતું હતું. હું જોયા કરતો હતો એવામાં ચોથા પ્રાણીને મારી નાખવામાં આવ્યું અને તેના શબને અગ્નિમાં બાળી નાખવામાં આવ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પેલું શિંગડું બડાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો, એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું, તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું. Faic an caibideil |
પછી મેં કેટલાંક રાજ્યાસનો અને લોકોને તેઓના પર બેઠેલા જોયા. આ તે લોકો હતા, જેઓને ન્યાય કરવાનો અધિકાર અપાયો હતો અને મેં એ લોકોના આત્માઓ જોયા. જેઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ ઈસુના સત્યને અને દેવ તરફથી આવેલ સંદેશને વફાદાર હતા. એ લોકો તે પ્રાણીને કે તેની મૂર્તિને પૂજતા ન હતા. તેઓનાં કપાળ પર કે તેઓનાં હાથો પર પ્રાણીની છાપ ન હતી. તે લોકો ફરીથી સજીવન થયા અને ખ્રિસ્ત સાથે તેઓએ 1,000 વર્ષ રાજ્ય કર્યું.