Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 7:1 - પવિત્ર બાઈબલ

1 બાબિલના રાજા બેલ્શાસ્સારના રાજ્યશાસનના પ્રથમ વર્ષ દરમ્યાન દાનિયેલ સૂતો હતો ત્યારે, એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું અને તેણે મનચક્ષુથી અનેક સંદર્શનો જોયાં. પછી તેણે તે સ્વપ્ન લખી નાખ્યું. તેણે જે જોયું તે આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 બાબિલના રાજા બેલ્શાસ્સારને પહેલે વર્ષે દાનિયેલને પોતના બિછાનામાં સ્વપ્ન આવ્યું, ને તેના મગજમાં સંદર્શનો થયાં. તેણે તે સ્વપ્ન લખી લીધું, ને તે બાબતોમાં સાર કહી બતાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 બેબિલોનના રાજા બેલ્શાસ્સારના અમલના પ્રથમ વર્ષે મને સ્વપ્ન આવ્યું અને તે રાત્રે મને દર્શન થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બાબિલના રાજા બેલ્શાસ્સારના પ્રથમ વર્ષે દાનિયેલ પોતાના પલંગ પર સૂતેલો હતો ત્યારે તેને સ્વપ્ન આવ્યું અને તેના મગજમાં સંદર્શનો થયાં. પછી સ્વપ્નમાં તેણે જે જોયું હતું તે લખ્યું. તેણે ઘણી અગત્યની ઘટનાઓ લખી:

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 7:1
34 Iomraidhean Croise  

આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”


રાત્રે દેવે ઇસ્રાએલને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, યાકૂબ.” અને ઇસ્રાએલે જવાબ આપ્યો, “હું અહીં છું.”


જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં.


યહોવાએ મને કહ્યું, હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,


યહોવાએ મને કહ્યું, “એક મોટું ટીપણું લઇને તેના પર ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ એમ બધા વાંચી શકે તે પ્રમાણે મોટા અક્ષરે સાદી ભાષામાં લખ.”


આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત?


બધી પ્રજાઓ તેના અને તેના પુત્રના અને પૌત્રના તાબામાં રહેશે, અને અંતે જ્યારે તેના દેશનો વારો આવશે ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેને તાબે કરશે; તેને આધીન થાઓ અને તેની સેવા કરો.


ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના પુત્ર બારૂખ લહિયાને લખવા આપ્યું. પછી પહેલાં લખાયું હતું તે સર્વ તેણે બારૂખને ફરીથી લખાવ્યું, પરંતુ આ વખતે યહોવાએ તેમાં ઘણાં વચનો ઉમેર્યા.


તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારૂખે બધા ભવિષ્યવચનો લખ્યાં.


આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં.


સંદર્શનમાં યહોવા મને ઇસ્રાએલ દેશમાં લઇ ગયા અને ઊંચા પર્વત પર મને બેસાડ્યો, ત્યાંથી દક્ષિણે મેં એક નગરમાં હોય તેવા મકાનો જોયા.


આ ચારે છોકરાઓને દેવે સાહિત્યનું અને બધી કળાઓનું જ્ઞાન આપ્યું અને તેણે દાનિયલનેએ સંદર્શનો અને સ્વપ્નોને સમજવાની શકિત આપી.


રાજા નબૂખાદનેસ્સારને પોતાના રાજ્યકાળના બીજા વર્ષ દરમ્યાન એક ભયાનક સ્વપ્ન આવ્યું; તે ભયથી ધ્રુજી ગયો, તેની ઊંઘ હરામ થઇ ગઇ.


આથી રાજાએ દાનિયેલને કહ્યું, “મેં સ્વપ્નમાં શું જોયું હતું અને તેનો અર્થ શો, એ તું મને કહી શકશે?”


“હું આ સંદર્શન જોતો હતો, ત્યારે મેં દેવના પવિત્ર દૂતોમાંના એકને સ્વર્ગમાંથી નીચે ઊતરતો જોયો.


એક રાત્રે હું મારા પલંગમાં સૂતો હતો, એવામાં મને ભયંકર સ્વપ્ન આવ્યું. ત્યારે મારા મગજમાં પસાર થતાં આકારો અને સંદર્શનોએ મને ગભરાવી દીધો.


રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર ઉમરાવોને મોટી ઉજાણી આપી અને એ હજાર ઉમરાવોની સમક્ષ તે છૂટથી દ્રાક્ષારસ પીવા લાગ્યો.


“હે બેલ્શાસ્સાર તમે તેમના જ પુત્ર છો અને તમે આ બધું જાણ્યાં છતાં, આપે નમ્રતા ધારણ કરી નથી.


તે જ રાત્રે બાબિલના રાજા બેલ્શાસ્સારનો વધ થયો.


“હજી રાતના હું સંદર્શનમાં જોતો હતો. મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ત્યાં આવતા મેં જોયા. તે વયોવૃદ્ધ પુરુષની નજીક ગયા અને તેમની સમક્ષ હાજર થયાં.


“હું દાનિયેલ, મેં જે જોયું તેનાથી મૂંઝવણમાં પડી ગયો અને ખૂબ વ્યાકુળ બની ગયો, તેનાથી હું ભયભીત થઇ ગયો.


“પછી રાત્રે મેં મારા સંદર્શનમાં એક ચોથું પ્રાણી જોયું. તેનું વર્ણન થઇ ન શકે તેવું ભયાનક અને મજબૂત તે હતું. તે તેના શિકારને લોખંડના મોટા દાંત વડે ચીરીને ખાતું હતું. અને બીજાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. બીજા બધા પ્રાણીઓ કરતાં તે ઘણું જ વધારે ક્રુર અને ઘાતકી હતું અને તેને દશ શિંગડાં હતાં.


રાજા બેલ્શાસ્સારના રાજ્યકાળના ત્રીજા વર્ષે મને દાનિયેલને અગાઉ જે સંદર્શન થયું હતું, તેના જેવું બીજું સંદર્શન થયું.


“ત્યાર પછી, હું મારો આત્મા બધા લોકો પર રેડીશ. તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે, તમારા ઘરડાંઓ સ્વપ્નો જોશે અને યુવાનોને સંદર્શનો થશે.


પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી.


ત્યારે યહોવાએ મને કહ્યું, “હું તને જે કંઇ કહું તે તકતી ઉપર ચોખ્ખા અક્ષરે એવી રીતે લખી નાખ, જેથી કોઇ પણ તે સહેલાઇથી વાંચી શકે;


“જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું.


ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે.


મારે બડાશ મારવાનું ચાલું રાખવું જોઈએ. તે ખાસ મદદરૂપ નહિ થાય, પરંતુ હવે પ્રભુ તરફથી ઉદભવતા દર્શન અને પ્રકટીકરણ વિષે હું વાત કરીશ.


તેથી તું જે ઘટનાઓ જુએ છે તે લખ. હમણા જે કંઈ ઘટનાઓ બને છે તે અને હવે પછી જે જે થશે તે સર્વ લખ.


તે સાત ગજૅના જે બોલી તે લખવાનું મેં શરું કર્યું, પણ પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “તે સાત ગજૅનાએ જે કહ્યું તે લખીશ નહિ. તે વસ્તુઓ ને ગુપ્ત રાખ.”


Lean sinn:

Sanasan


Sanasan