2 ત્યારબાદ તેણે સર્વ સરદારોને, રાજયપાલોને, કપ્તાનોને, ન્યાયાધીશોને, ખજાનચીઓને, સલાહકારોને, ભંડારીઓને અને અન્ય અધિકારીઓને આ પૂતળાની સ્થાપન વિધિમાં હાજર રહેવા માટે સંદેશા મોકલ્યાઁ.
2 પછી નબૂખાદનેસ્સાર રાજાએ પ્રાંતના મુખ્ય હાકેમોને., સૂબાઓને, નાયબ-સૂબાઓને, ન્યાયાધીશોને, ભંડારીઓને, મંત્રીઓને, અમલદારોને તથા પ્રાંતોના સર્વ અધિકારીઓને એકત્ર કરવાને [માણસ] મોકલ્યા, જેથી નબૂખાદનેસ્સાર રાજાએ જે મૂર્તિ ઊભી કરી હતી તેની પ્રતિષ્ઠાને માટે તેઓ આવે.
2 પછી નબૂખાદનેસ્સાર રાજાએ ઊભી કરાવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે તેણે રાજકુંવરો, રાજ્યપાલો, નાયબ રાજ્યપાલો, દરબારીઓ, ખજાનચીઓ, અમલદારો, ન્યાયાધીશો અને પ્રાંતોના બાકીના સર્વ અધિકારીઓને એકત્ર થવાનો હુકમ કર્યો.
2 પછી નબૂખાદનેસ્સારે પ્રાંતના રાજકર્તાઓને, રાજયપાલોને, સૂબાઓને, ન્યાયાધીશોને, ભંડારીઓને, સલાહકારોને, અમલદારોને તથા પ્રાંતોના સર્વ અધિકારીઓને એકત્ર કરવા માટે સંદેશા મોકલ્યા કે, જેથી તેણે જે મૂર્તિ સ્થાપી હતી તેની પ્રતિષ્ઠા વિધિમાં તેઓ હાજર રહેવા માટે આવે.
આઠમાં મહિનામાં પંદરમાં દિવસે, યરોબઆમે યહૂદામાં જે ઉજવાતો હતો તેવો એક ઉત્સવ શરૂ કર્યો, અને તે બેથેલની વેદી પર ઉજવાતો હતો જે તેણે બનાવી હતી. તેણે વાછરડાઓને બલિદાનો અર્પણ કરવાનું શરુ કર્યું જે તેણે બનાવ્યા હતાં. અને તેણે ઉચ્ચ સ્થાનો પરથી યાજકોને નિયુકત કર્યા, બેથેલની કબરોમાં સેવા કરવા માંટે જે તેણે બનાવી હતી.
અને પ્રશાસકો, સૂબાઓ, નાયબ સૂબાઓ અને રાજાના દરબારીઓ તેમની આસપાસ ભેગા થઇ ગયા. અને તેમણે જોયું કે, તેમના શરીર ઉપર અગ્નિની કોઇ અસર થઇ નહોતી. તેમના માથાના વાળ પણ બળ્યા નહોતા, તેમના વસ્ત્રોને અગ્નિ અડ્યો જ નહોતો અને તેમના શરીરમાંથી બળ્યાની ગંધ પણ આવતી નહોતી.
પલિસ્તી આગેવાનોએ તેમના દેવ દાગોનને મોટો ઉત્સવ અને અર્પણો આપવા માંટે તૈયારી કરતા હતાં અને આનંદ કરવા ભેગા થયા. તેઓ કહેતા હતાં, “આપણા દેવે, આપણા શત્રુ સામસૂનને આપણા હવાલે કરી દીધો છે.”