Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 4:2 - પવિત્ર બાઈબલ

2 તેઓ અસ્વસ્થ હતા કારણ કે પિતર અને યોહાન લોકોને ઈસુના સંદર્ભમાં બોધ આપતા હતા અને તે બે પ્રેરિતો લોકોને કહેતા હતા કે મૃત્યુ પામેલા લોકોનું ઈસુ દ્ધારા પુનરુંત્થાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા, અને ઈસુમાં મૂએલાંનું પુનરુત્થાન [થાય છે, એવું] પ્રગટ કરતા હતા, તે તેઓને બહુ માઠું લાગ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ઈસુ મરણમાંથી સજીવન થયા છે એવું શિક્ષણ એ બે પ્રેષિતો લોકોને આપતા હોવાથી તેઓ ચિડાયા, કારણ, એથી એવું પુરવાર થતું હતું કે મરેલાં સજીવન થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 4:2
18 Iomraidhean Croise  

પરંતુ જ્યારે હોરેનના સાન્બાલ્લાટ અને આમ્મોની અમલદાર ટોબિયાએ આના વિષે જાણ્યું કે કોઇ ઇસ્રાએલીઓનું ભલું કરવા આવ્યું છે ત્યારે તેઓ ખૂબ નારાજ થયા.


યહૂદિઓએ આ બધા લોકોને ત્યાં જોયા. તેથી યહૂદિઓને વધારે ઈર્ષા થઈ. તેઓએ થોડાક અપશબ્દો કહ્યા. અને પાઉલે જે કહ્યું હતું તેના વિરોધમાં દલીલો કરી.


કેટલાએક એપિકૂરી તથા સ્ટોઇક (મત માનનારા) દાર્શનિકોએ તેમની સાથે દલીલો કરી. તેઓમાંના કેટલાએકે કહ્યું, “આ માણસ ખરેખર જાણતો નથી કે તે શાના વિષે કહે છે. તે શું કહેવાનો પ્રયત્ન કરે છે?” પાઉલ તેઓને ઈસુના મૃત્યુમાંથી ઊભા થવાની વાત પ્રગટ કરતો હતો. તેથી તેઓએ કહ્યું, “તે આપણને બીજા કેટલાએક દેવો વિષે કહેતો હોય એમ દેખાય છે.”


તે સમય દરમ્યાન એફેસસમાં કેટલીક ખરાબ મુશ્કેલીઓ ઊભી થઈ. આ મુશ્કેલી દેવના માર્ગ વિષે હતી. આ બધું તે રીતે બન્યું.


જ્યારે હું તેની આગળ ઊભો ત્યારે મેં એક વાત જરુંર કરી. મેં કહ્યું, ‘તુ આજે મારો ન્યાય કરે છે કારણ કે મને વિશ્વાસ છે કે લોકો મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે!’”


તેઓએ કહ્યું છે કે ખ્રિસ્ત મૃત્યુ પામશે અને તે પ્રથમ જ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે ખ્રિસ્ત યહૂદિ લોકો અને બિનયહૂદિ લોકો માટે પ્રકાશ લાવશે.”


શા માટે તમે લોકો વિચારો છો કે મૃત્યુ પામેલા લોકોને દેવ ઉઠાડે છે તે અસંભવિત છે?


અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.


પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ.


જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.


પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય ક્રમમાં સજીવન થશે. સજીવન થવામાં ખ્રિસ્ત સૌ પ્રથમ હતો. જ્યારે ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે જે લોકો ખ્રિસ્તના છે તે લોકો પણ સજીવન થશે.


Lean sinn:

Sanasan


Sanasan