Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:1 - પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી એમ થયું કે, દાઉદે પલિસ્તીઓને મારીને વંશ કર્યા; અને દાઉદે મેથેગ-આમ્મા પલિસ્તીઓના હાથમાંથી પડાવી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 કેટલાક સમય બાદ દાવિદે પલિસ્તીઓ પર ફરીથી ચઢાઈ કરીને તેમને હરાવ્યા અને દેશ પરના તેમના નિયંત્રણોનો અંત આણ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા. અને દાઉદે મેથેગ આમ્મા પલિસ્તીઓના હાથમાંથી આંચકી લીધું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:1
14 Iomraidhean Croise  

સર્વ ઇસ્રાએલીઓ એકબીજાને ચર્ચા કરતા હતા અને કહેતા હતા કે, “રાજાએ આપણને શત્રુઓના હાથમાંથી પણ બચાવ્યા, અને પલિસ્તીઓના હાથમાંથી બચાવ્યા હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડી જાય છે.


હવે યોઆબ અને અબીશાય આબ્નેરની પાછળ પડયા હતા. સૂર્યાસ્તના સમયે તેઓ ગિબયોન રણના રસ્તે જતાં ગીઆહ સામે આમ્માંહ ટેકરી પાસે પહોચ્યા.


જ્યારે માંરા લોકોએ માંરી સામે બળવો કર્યો ત્યારે તમે મને બચાવ્યો અને માંરી રક્ષા કરવા આવ્યા. તમે મને દેશનો રાજકર્તા બનાવ્યો. જે લોકોને હું કદી જાણતો પણ ન હતો, હવે માંરી સેવા કરે છે.


પલિસ્તીઓએ સાંભળ્યું કે, દાઉદ સમગ્ર ઇસ્રાએલીઓનો રાજ્યકર્તા બન્યો છે; તેઓ સાથે ભેગા થઈને દાઉદને માંરી નાખવા તેની શોધખોળ કરવા નીકળી પડયા, દાઉદે આ સાંભળ્યું અને યરૂશાલેમના કિલ્લામાં ચાલ્યો ગયો.


દાઉદે યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ; અને પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝર સુધી માંર્યા.


તું જયાં જયાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરુષોના જેવો વિખ્યાત બનાવીશ.


તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. મને બીજા રાષ્ટ્રોનો રાજા બનાવો. જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.


તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે. હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો. જુઓ તેના પાયા હલી ગયા છે.


મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે, અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે. હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”


આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા.


આ રીતે કેટલાક લોકોએ શક્તિશાળી અજ્ઞિને રોક્યો. કેટલાક તલવારની ધારથી બચ્યા, તો કેટલાકને નિર્બળતાઓ હતી જે તાકાતમાં પરિવર્તન થઈ. કેટલાકે લડાઈમાં શૂરવીરતા દાખવી અને દુશ્મનોના સૈન્યને ભગાડી મૂક્યા.


આમ, પલિસ્તીઓનો પરાજય થયો. અને શમુએલ જીવ્યો ત્યાં સુધી યહોવાએ તેમને ઇસ્રાએલીઓના પ્રદેશ ઉપર આક્રમણ કરવા દીધું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan