૨ શમુએલ 6:2 - પવિત્ર બાઈબલ2 પછી દાઉદ અને તેના માંણસો દેવનો કરારકોશ ત્યાંથી લઈ આવી યરૂશાલેમ ફેરવવાં માંટે યહૂદામાં આવેલા “બાલા” મુકામે ગયો, દેવનો પવિત્ર કોશ દેવના સિંહાસન જેવો છે. તેની ઉપર કરૂબ દેવદૂતોની પ્રતિમાં છે અને યહોવા આ દેવદૂતો પર રાજાની જેમ બેસે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ‘કરુબો પર બિરાજનાર સૈન્યોના યહોવા, ’ એ નામથી [ઓળખાતા] ઈશ્વરના કોશને જ્યાં તે હતો ત્યાંથી લાવવા માટે દાઉદ ઊઠ્યો, અને પોતાની સાથેના સર્વ લોકોને લઈને બાલે-યહૂદિયાથી નીકળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 કરુબો પર બિરાજનાર સેનાધિપતિ યાહવેને નામે ઓળખાતા ઈશ્વરની કરારપેટી બાલાથ-યહૂદિયામાંથી લાવવા માટે દાવિદ એ માણસોને લઈને ઉપડયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી દાઉદ પોતાની સાથેના સર્વ માણસોને લઈને તે કરુબો પર બિરાજમાન ઈશ્વરનો કોશ લેવાને બાલે-યહૂદિયાથી જ્યાં કોશ હતો ત્યાં ગયો. જે સૈન્યોના ઈશ્વરના નામથી ઓળખાય છે. Faic an caibideil |
તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.