Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:9 - પવિત્ર બાઈબલ

9 દાઉદ ગઢમાં રહેતો અને તેનું નામ “દાઉદનગર” પાડયું. ત્યાર બાદ તેણે મિલ્લો બાંધ્યો અને નગરની અંદર બીજા મકાનો બાંધ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દાઉદ તે કિલ્‍લામાં રહ્યો, ને તેણે તેનું નામ ‘દાઉદનગર’ પાડ્યું. અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 કિલ્લો જીતી લીધા પછી દાવિદ તેમાં રહ્યો અને તેને ‘દાવિદનું નગર’ એવું નામ આપ્યું. પર્વતની પૂર્વ બાજુએ જ્યાં જમીનમાં પૂરાણ કરવામાં આવ્યું હતું ત્યાંથી શરૂ કરીને તેણે તેની આજુબાજુ નગર બાંધ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દાઉદ તે કિલ્લામાં રહેવા લાગ્યો અને તેનું નામ દાઉદનગર પાડ્યું. દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગ્યામાં બાંધકામ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:9
16 Iomraidhean Croise  

પરંતુ દાઉદે તો સિયોનનો ગઢ કબજે કર્યો, જે પછીથી દાઉદનું નગર બની ગયું.


તે દિવસે દાઉદે તેના સૈન્યના માંણસોને કહ્યું, “પાણીના વહેળા વચ્ચે થઈને જાઓ, અને આંધળા તથા લંગડા શત્રુઓ સુધી પહોચો.”આથી લોકો કહે છે કે, “આંધળા અને લંગડા ઘરમાં પ્રવેશી શકશે નહિ.”


આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો.


યરોબઆમ બળવાનો વૃત્તાંત આ પ્રમાંણે છે: તેણે સુલેમાંન મિલ્લોનો જીણોર્દ્ધાર કરાવ્યો હતો, અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું બાકોરું બંધ કરાવ્યું.


પછી દાઉદનું અવસાન થયું અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો.


સુલેમાંને યહોવાનું મંદિર અને પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરૂશાલેમનો કોટ, હાસોર, મગિદૃો તથા વેઠ મજૂરીની પ્રથા દ્વારા બંધાવ્યા હતાં.


ત્યારબાદ ફારુનની પુત્રી દાઉદ નગરથી સુલેમાંને તેને માંટે બંધાવેલા રાજમહેલમાં ગઈ અને ત્યાર પછી સુલેમાંને મિલ્લો બંધાવ્યો.


તેના પોતાના નોકરો તેની વિરૂદ્ધ થઇ ગયાં. અને સિલ્લાના માર્ગ પર આવેલા મિલ્લો મુકામે તેના પોતાના ઘરમાં તે માર્યો ગયો.


તેને ઇજા કરીને મારનાર લોકો શિમઆથનો પુત્ર યોઝાખાર અને શોમેરનો પુત્ર યહોઝાબાદ હતા. તેમણે તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવી દીધો અને તેના પુત્ર અમાસ્યાને તેની પછી રાજા બનાવવામાં આવ્યો.


દાઉદે મિલ્લોથી લઇને બધી બાજુ બાકીના શહેરને ફરીથી બંધાવ્યા. બાકીનું શહેર પછી યોઆબે બંધાવ્યા.


હિઝિક્યાએ સંરક્ષણની પાકી વ્યવસ્થા કરી, અને કિલ્લાની દીવાલ જ્યાં જ્યાં તૂટી ગઇ હતી, ત્યાં ત્યાં તેનું સમારકામ કર્યું, બુરજો બાંધીને તથા કિલ્લાની બહાર બીજી દીવાલ ચણીને તેણે નગરને વધુ સુરક્ષિત બનાવ્યું. “દાઉદનું નગર” નામે ઓળખાતા નગરના જૂના ભાગને તેણે ફરીથી બંધાવ્યુઁ. અને મોટી સંખ્યામાં હથિયારો અને ઢાલો બનાવડાવ્યાં.


કોલહોઝેહનો પુત્ર શાલ્લૂન મિસ્પાહ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે કારંજાના દરવાજાનું સમારકામ કરી ફરી બનાવ્યો અને તેને ઉપરથી ઢાંકી દીધો અને તેનાં બારણા, આગળા અને દરવાજાના સળિયા ચઢાવ્યાં. વળી તેણે રાજાના બગીચાને અડીને આવેલા શેલાહના તળાવની દીવાલ, દાઉદના શહેરથી નીચે આવતા પગથિયાં સુધી બાંધી.


ફરી એક વખત યરૂશાલેમ એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.


“યહોવાની યજ્ઞવેદી સમી હે યરૂશાલેમનગરી, તને અફસોસ! જ્યાં દાઉદે પડાવ નાખ્યો હતો તે નગરીને અફસોસ! વર્ષ પર વર્ષ જવા દો, ઉત્સવોનું ચક્ર ફરવા દો,


નહિ તો પછી અબીમેલેખમાંથી અગ્નિ પ્રગટો અને તે શખેમના અને મિલ્લોના લોકોને બાળી નાખે અને શખેમ તથા મિલ્લોના લોકોમાંથી અગ્નિ પ્રગટો અને તે અબીમેલેખને બાળી નાખે.”


ત્યારબાદ શખેમ અને બેથમિલ્લોના બધા લોકો ભેગા મળ્યા અને તેઓએ શેખેમમાં ઊભા કરેલા એલોનના થાંભલા નજીક અબીમેલેખને પોતાનો રાજા બનાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan