Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:10 - પવિત્ર બાઈબલ

10 આ રીતે દાઉદ બળવાન અને વધુ બળવાન થતો ગયો, કારણ, સર્વસમર્થ દેવ યહોવા તેની સાથે હતા અને તેને મદદ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવા તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 દાઉદ અધિકાધિક મહાન થતો ગયો કેમ કે સર્વ શક્તિમાન સૈન્યોના ઈશ્વર, તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:10
19 Iomraidhean Croise  

તે સમયે અબીમેલેખ તેના સેનાપતિ ફીકોલ સાથે જઈ ઇબ્રાહિમને કહ્યું, “તું જે કાંઈ કહે છે તેમાં દેવ તને સહાય કરે છે.


શાઉલ અને દાઉદના કુળ વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું. દાઉદ વધુ અને વધુ બળવાન થતો ગયો, જયારે શાઉલનું કુળ નબળામાં નબળું થતું ગયું.


તું જયાં જયાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરુષોના જેવો વિખ્યાત બનાવીશ.


અને દાઉદે સમગ્ર અદોમ પ્રદેશમાં સૈનિકોના સમૂહની નિમણૂક કરી. બધા અદોમીઓ દાઉદના ગુલામ થઈ ગયા. યહોવાએ દાઉદને સર્વત્ર વિજય અપાવ્યો.


દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.


છતાંય સજ્જન પુરૂષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને પ્રામાણિક નીતિવાન અધિકાધિક બળવાન થતાં રહેશે.


આ ગૌરવવાન રાજા કોણ છે? યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.


સૈન્યોના યહોવા આપણી સાથે છે, યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.


આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે; આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.


પણ સદાચારીઓનો માર્ગ પરોઢિયાના પ્રકાશ જેવો છે, જે દિવસ ચઢતાં સુધીમાં વધું ઉજ્જવળ અને ઉજ્જવળ પ્રકાશિત થતો જાય છે.


તેનું રાજ્ય વિશાળ હશે; ત્યાં સદાને માટે અખંડ શાંતિ પ્રવર્તતી હશે. તે દાઉદના રાજસિંહાસન ઉપર બેસશે. ધર્મ અને ન્યાયના પાયા ઉપર પોતાની રાજ્યસત્તાની પ્રતિષ્ઠા કરીને રાજ્ય કરશે. આજથી તે અનંત કાળ સુધી. સૈન્યોના દેવ યહોવાનો સાચો પ્રેમ સિદ્ધ થશે.


તોપણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, હિંમત હારીશ નહિ,” હે યહોસાદાકના પુત્ર યહોશુઆ, પ્રમુખ યાજક, “બળવાન થા; યહોવા કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઇને કામે લાગો; કારણકે હું તમારી સાથે છું,” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.


ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.


તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.


શાઉલ ત્યારથી દાઉદથી ડરવા લાગ્યો, કારણ, યહોવા શાઉલ પાસેથી જતા રહ્યા હતા અને દાઉદની સાથે હતા.


દાઉદ બધાં જ કામોમાં સફળ થતો હતો કારણ કે યહોવા તેની સાથે હતા.


શાઉલે દાઉદને ઘણા યુદ્ધો લડવા મોકલ્યો, દાઉદે ખૂબ સફળતા મેળવી, તેથી શાઉલે તેને સૈન્યમાં ઊંચી પદવી આપી, તેને યોદ્ધાઓની દેખરેખનું કામ આપ્યું. શાઉલના માંણસોને અને બધાં લોકોને પણ આ ગમ્યું.


Lean sinn:

Sanasan


Sanasan