Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 4:6 - પવિત્ર બાઈબલ

6 રેખાબ અને બાઅનાહ ઘઉં લેવાને બહાને અંદર ગયા, ઇશબોશેથ તેના શયનખંડમાં પલંગ પર સુતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઘઉં લેવાને બહાને તેઓ ઘરમાં ઘૂસ્યા, અને તેઓએ તેના પેટમાં [ખંજર] ભોકી દીધું. પછી રેખાબ તથા તેનો ભાઈ બાના નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 બારણે બેઠેલી સ્ત્રી ઘઉં ઝાટક્તાં નિદ્રાવશ થઈને ઊંઘી ગઈ હતી. તેથી રેખાબ અને બાના ઘરમાં ધૂસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે સ્ત્રી તેના ઘરના દરવાજામાં ચોકી કરતી હતી તે ઘઉં સાફ કરતાં કરતાં ઊંઘી ગઈ હતી. રેખાબ અને બાનાહ ધીમેથી તેની પાસે થઈને સરકી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 4:6
5 Iomraidhean Croise  

છતાં અસાહેલે પાછા ફરવાનો ઇન્કાર કર્યો, એટલે આબ્નેરે ભાલાનો પાછલો છેડો તેના પેટમાં એટલા જોરથી માંર્યો કે તે શરીરમાં થઈને આરપાર નીકળ્યો. અસાહેલ જમીન પર ઢળી પડયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો, અસાહેલ જયાં મરેલો પડયો હતો ત્યાં જે કોઈ આવતા તે બધા ઊભા રહી જતા.


પણ યોઆબના હાથમાંની તરવાર વિષે અમાંસા સાવધાન ન હતો. યોઆબે તેના પેટમાં તરવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડાં જમીન પર પડ્યા, તરત જ તે મૃત્યુ પામ્યો. યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ, ત્યારબાદ યોઆબ અને તેનો ભાઈ અબીશાય બિખ્રીના પુત્ર શેબા પાછળ પડયા.


આબ્નેર હેબ્રોન પહોંચ્યો અને જ્યારે તે નગરના દરવાજા પાસે પહોચ્યો, તે વખતે યોઆબ તેની સાથે જાણે ખાનગીમાં વાત કરવાનો દેખાવ કરીને તેને એક બાજુ લઈ ગયો અને તેનો છરો કાઢયો અને પેટમાં ભોંકી તેને માંરી નાંખ્યો. યોઆબે તેને માંર્યો કારણકે આબ્નેરે તેના ભાઇ અસાહેલને માંરી નાખ્યો હતો.


બે પુરુષો, લશ્કરના સેનાપતિ, શાઉલના પુત્ર ઇશબોશેથને મળવા ગયા. તેઓના નામ રેખાબ અને બાઅનાહ હતા. બએરોથના રિમ્મોનના પુત્રો હતા, તેઓ બિન્યામીનો હતા કેમકે બએરોથ બિન્યામીનના કુળસમૂહનું હતું. ઇસ્રાએલના સૈન્યની જવાબદારી સોંપીને આગેવાન બનાવ્યા, તેઓ બિન્યામીનના બએરોથ નગરના વતની અને રિમ્મોનના પુત્રો હતા, અને બિન્યામીન કુળસમૂહના હતા, બએરોથ બિન્યામીનનો ભાગ ગણાય છે.


તે લોકો રાહ જોતા હતાં તે દરમ્યાન એહૂદ ભાગી ગયો. તે પત્થરની ખીણો ઓળંગીને સેઈરાહ સુધી પહોંચી ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan