૨ શમુએલ 4:4 - પવિત્ર બાઈબલ4 શાઉલના પુત્ર યોનાથાન, યોનાથાનનો પુત્ર મફીબોશેથ લંગડો હતો. જ્યારે યુદ્ધમાં શાઉલ અને યોનાથાન મરી ગયા, તે સમયે તે પાંચ વરસનો હતો. જ્યારે યિઝએલથી શાઉલ અને યોનાથાનના મૃત્યુના સમાંચાર તેની આયાને મળ્યા ત્યારે ઉતાવળે તેને ઉપાડીને ભાગી નીકળી હતી, પરંતુ ભાગતી વખતે અકસ્માંતથી તેનાથી છોકરો પડી ગયો અને બન્ને પગે લંગડો થઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હવે શાઉલના સદિકરા યોનાથાનને એક દિકરો હતો, તે લંગડો હતો. જ્યારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી, ત્યારે તે પાંચ વર્ષનો હતો, ને તેની સંભાળનારી તેને લઈને નાસી જવા દોડી. અને એમ બન્યું કે તે ઉતાવળે દોડતી હતી, તેથી તે પડી ગયો, ને લંગડો થયો. તેનું નામ મફીબોશેથ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 શાઉલનો બીજો એક વંશજ યોનાથાનનો પુત્ર મફીબોશેથ હતો. તે અપંગ હતો. શાઉલ અને યોનાથાન માર્યા ગયા ત્યારે તે પાંચ વર્ષનો હતો. યિભયેલ નગરથી તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મફીબોશેથને સાચવનારી દાસી તેને લઈને નાઠી, પણ તે એવી ઉતાવળમાં હતી કે તેના હાથમાંથી તે પડી ગયો અને તેથી તે અપંગ થઈ ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 શાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો તે પગે અપંગ હતો. જયારે શાઉલ તથા યોનાથાન વિષેની ખબર યિઝ્રએલથી આવી ત્યારે તે પાંચ વર્ષનો હતો. તેને સાચવનારી તેને લઈને દોડી ગઈ હતી. જયારે તે દોડતી હતી, ત્યારે યોનાથાનનો દીકરો પડી ગયો અને તે અપંગ થઈ ગયો હતો. તેનું નામ મફીબોશેથ હતું. Faic an caibideil |