Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:7 - પવિત્ર બાઈબલ

7 પરંતુ દાઉદ અને યોનાથાને યહોવાની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞાને કારણે દાઉદે યોનાથાનના પુત્ર અને શાઉલના પૌત્ર મફીબોશેથની સુરક્ષા કરી. દાઉદે યોનાથાનના પુત્ર મફીબોશેથને જીવતો છોડી મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પણ દાવિદે અને યોનાથાને એકબીજા સાથે પ્રભુને નામે સોગંદ ખાધા હતા તેને લીધે દાવિદે યોનાથાનના પુત્ર એટલે, શાઉલના પૌત્ર મફીબોશેથને બચાવી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે ઈશ્વરના જે સમ હતા, તેને કારણે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:7
16 Iomraidhean Croise  

રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈં છે તે બધું હવે તારું છે.” સીબાએ કહ્યું, “ઓ પ્રભુ, માંરા રાજા, હું આપને પ્રણામ કરું છું. અને હું સદા આપને પ્રસન્ન કરતો રહું.”


અને જ્યારે તે યરૂશાલેમના રાજાને મળવા આવ્યો, રાજાએ તેને પૂછયું, “મફીબોશેથ, તું માંરી સાથે કેમ આવ્યો નહિ?”


શાઉલના પુત્ર યોનાથાન, યોનાથાનનો પુત્ર મફીબોશેથ લંગડો હતો. જ્યારે યુદ્ધમાં શાઉલ અને યોનાથાન મરી ગયા, તે સમયે તે પાંચ વરસનો હતો. જ્યારે યિઝએલથી શાઉલ અને યોનાથાનના મૃત્યુના સમાંચાર તેની આયાને મળ્યા ત્યારે ઉતાવળે તેને ઉપાડીને ભાગી નીકળી હતી, પરંતુ ભાગતી વખતે અકસ્માંતથી તેનાથી છોકરો પડી ગયો અને બન્ને પગે લંગડો થઈ ગયો.


દાઉદે એક દિવસ વિચાર્યુ, “શાઉલના કુટુંબમાં કોઈ હજુ સુધી જીવંત હશે શું? જેના ઉપર હું યોનાથાનને કારણે કૃપાદૃષ્ટિ રાખી શકું?”


તું, તારા કુટુંબ અને પુત્રો અને તારા ચાકરો સાથે આ પ્રદેશમાં તેને માંટે ખેતી કરશે અને તેના કુટુંબને માંટે અનાજ ઉત્પન્ન કરશે. પરંતુ મફીબોશેથ તારા માંલિકનો પૌત્ર, માંરા મેજ પર હંમેશા જમી શકશે.” સીબાને 15 પુત્રો અને 20 ચાકરો હતા.


તે યોનાથાનનો પુત્ર અને શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો અને તેણે રાજા દાઉદ સમક્ષ મસ્તક નમાંવી નમન કર્યું. દાઉદે કહ્યું, “મફીબોશેથ?” તેણે કહ્યું, “હાજી, આપનો સેવક હાજર છે.”


ત્યારે દાઉદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને કારણે હું તારા ઉપર કૃપા કરીશ. હું તને તારા દાદા શાઉલની બધી જમીન સોંપી દઈશ; અને તું રોજ માંરી સાથે ભોજન કરજે.”


રાજાની આજ્ઞાનું પાલન કર કારણ કે તે માટે તેં દેવ સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે.


યોનાથાન અને દાઉદ બંને વચ્ચે પ્રાણસમાંન પ્રેમ હોવાથી કાયમ મૈત્રીભાવ રાખવાની સંધિ શપથપૂર્વક કરી.


ત્યાં યોનાથાને દાઉદને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની સાક્ષીએ હું તને વચન આપું છું કે, ત્રણ દિવસ સુધીમાં હું માંરા પિતાને તારા વિષે વાત કરીશ અને તારા માંટે તે શું ધારે છે તેની તને તરત જ જાણ કરીશ.


અને જો હું મૃત્યુ પામું તો માંરા કુટુંબ ઉપર દયા દેખાડવાનું બંધ ન કરતા. જ્યારે યહોવા આ જગતમાંથી તારા બધા દુશ્મનોનો નાશ કરે ત્યારે પણ માંરા સંતાનો પર દયા રાખજે.”


યોનાથાનને દાઉદ પ્રાણ સમાંન વહાલો હતો, આથી તેણે ફરી દાઉદ પાસે મૈત્રીની પ્રતિજ્ઞા કરાવી.


યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિથી જા, કારણ તારી અને માંરી વચ્ચે અને તારા કુટુંબ અને માંરાં કુટુંબ વચ્ચે એક સંધિ છે અને યહોવા તેના સાક્ષી છે. આપણે પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે યહોવા આપણી વચ્ચે સદા માંટે સાક્ષી રહેશે.”


યહોવાના નામે આપણે ભાઈઓ તરીકે કરાર કરેલો છે, તેથી તું માંરે માંટે આટલું કર, અથવા તારા પિતાની વિરુદ્ધ મેં પાપ કર્યુ હોય તો તું જાતે જ મને માંરી નાખ, પણ મને તારા પિતાને સ્વાધીન કરતો નહિ!”


અને બંનેએ યહોવાની સાક્ષીએ મૈત્રીના કરાર કર્યા. તેથી દાઉદ હોરેશમાં રહ્યો, અને યોનૅંથાન ઘેર ગયો.


દાઉદે શાઉલને એ પ્રમાંણે વચન આપ્યું અને શાઉલ પાછો ઘેર ગયો. પરંતુ દાઉદ અને તેના માંણસો પાછા ગઢોમાં ગયા.


Lean sinn:

Sanasan


Sanasan