Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:2 - પવિત્ર બાઈબલ

2 આથી ઇસ્રાએલના બધા લોકો દાઉદને છોડીને બિખ્રીના પુત્ર શેબાની સાથે ગયા. પરંતુ યહૂદાના લોકો રાજાની સાથે રહ્યા અને તેની સાથે યર્દનથી યરૂશાલેમ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેથી ઇઝરાયલના સર્વ માણસો દાઉદની તહેનાતમાંથી નીકળી ગયા, ને બિખ્રીના દિકરા શેબાની તહેનાતમાં ગયા. પણ યહૂદિયાના માણસો, યર્દનથી તે યરુશાલેમ સુધી, પોતપોતાના રાજાને વળગી રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી ઇઝરાયલીઓ દાવિદને છોડીને બિખ્રીના પુત્ર શેબા સાથે જતા રહ્યા. પણ યહૂદિયાના માણસો દાવિદને વફાદાર રહ્યા અને યર્દન નદીથી યરુશાલેમ સુધી તેની પાછળ પાછળ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી ઇઝરાયલના બધા માણસો દાઉદને છોડીને બિખ્રીના દીકરા શેબાની પાછળ ગયા. પણ યહૂદિયાના માણસો યર્દનથી યરુશાલેમ સુધી રાજાની સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:2
12 Iomraidhean Croise  

આથી રાજા પાછો ફર્યો, અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદાના લોકો તેને મળવા માંટે અને નદીને સામે પાર લઈ જવા માંટે ગિલ્ગાલ આવ્યા.


બિખ્રીને શેબા નામે એક પુત્ર હતો, જે એક બિન્યામીની હતો, અને દુષ્ટ અને સંતાપ આપનાર હતો, તેણે દાઉદ સામે રણશિંગું ફૂંકીને કહ્યું, “દાઉદ સાથે અમાંરે કોઇ સંબંધ નથી. યશાઇના પુત્ર સાથે અમાંરે કોઇ સંબંધ નથી! ઇસ્રાએલીઓ, તમે સૌ તમાંરે ઘેર જાઓ!”


વાત એમ નથી. પણ એફ્રાઇમના પર્વતીય પ્રદેશનો એક મૅંણસ, બિખ્રીનો પુત્ર શેબા છે, તેણે રાજા દાઉદ સામે બળવો કર્યો છે, તે મૅંણસ અમને સોંપી દો એટલે હું તમાંરા નગરનો ઘેરો ઉઠાવી લઈને નગરને શાંતિમાં રહેવા દઈશ.” એટલે પેલી સ્ત્રીએ કહ્યું, “જો એમ હોય તો તેનું માંથું અમે કોટ ઉપરથી તમાંરા તરફ નાખીશું,”


દાઉદ યરૂશાલેમમાં પોતાના મહેલમાં ગયો, ત્યાં તેને દસ ઉપપત્નીઓ હતી જેને મહેલને વ્યવસ્થિત રાખવા માંટે રાખી હતી અને મહેલનો ચોકીપહેરો કરવા રાખી હતી. તેણે તેમનું ભરણપોષણ કર્યું અને તેઓને ખોરાક અને કપડાં આપ્યા, પણ કદી તેમની સાથે સૂતો નહિ, તેના મૃત્યુ પર્યંત તેણે તેઓને છતે પતિએ વિધવાની જેમ મહેલમાં રાખી હતી.


જયારે ઇસ્રાએલના બધા લોકોએ સાંભળ્યું કે, યરોબઆમ પાછો આવ્યો છે, ત્યારે તેમણે તેને ઇસ્રાએલી સભા સમક્ષ બોલાવી, આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો. યહૂદાના કુળસમૂહ સિવાય કોઈ દાઉદના રાજવંશને વફાદાર રહ્યું નહિ.


આમ, બધા ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા, અને રહાબઆમ યહૂદાના પ્રદેશમાં વસતા ઇસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતો હતો.


ખરેખર લોકો મદદ કરી શકતા નથી, દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી; ફકત તમારી દમન અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.


ઝગડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઇ ફાટી નીકળે તે પહેલાં જ વાતનો નિવેડો લાવી દો.


બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.


Lean sinn:

Sanasan


Sanasan