Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 2:4 - પવિત્ર બાઈબલ

4 ત્યારબાદ યહૂદાના લોકોએ ત્યાં આવીને દાઉદનો યહૂદાના રાજા તરીકે અભિષેક કર્યો. જયારે દાઉદને સમાંચાર મળ્યા કે, “યાબેશમાં ગિલયાદના લોકોએ શાઉલને દફનાવ્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યહૂદિયાના માણસો આવ્યા, ને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા, શાઉલને દાટનાર તે યાબેશ-ગિલ્યાદના માણસો હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પછી યહૂદિયાના માણસો હેબ્રોન આવ્યા અને દાવિદનો યહૂદિયાના રાજા તરીકે અભિષેક કર્યો. ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકોએ શાઉલને દફનાવ્યો છે એવી ખબર મળતાં,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહૂદિયાના માણસો ત્યાં આવ્યા, તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ દાઉદને કહ્યું કે, “યાબેશ ગિલ્યાદના માણસોએ શાઉલને દફ્નાવ્યો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 2:4
16 Iomraidhean Croise  

દાઉદરાજાએ સાદોક અને આબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો. “આમ કહેતો કે યહૂદાના આગેવાનો સાથે વાત કરી તેઓને કહો, ‘રાજાને ફરીથી મહેલમાં લાવવામાં કુળસમૂહમાં તમે સૌથી છેલ્લા કેમ છો? સર્વ ઇસ્રાએલીઓ રાજાને ઘરે લાવવાની વાતો કરે છે.


યહુદાના લોકોએ ઇસ્રાએલીઓને જવાબ આપ્યો, “આ માંટે તમે અમાંરી પર ગુસ્સે કેમ થાઓ છો? રાજા અમાંરા નજીકના સગા છે. અમે રાજાના ખચેર્ ખાવાનું ખાધું નથી અને રાજાએ અમને કોઈ ભેટસોગાદો આપી નથી?”


દાઉદ હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના કુળસમૂહ પર સાડાસાત વર્ષ રાજ કર્યું.


હવે તારી જાતને મજબૂત બનાવ કારણ કે તમાંરો માંલિક શાઉલ મૃત્યુ પામ્યો છે, અને યહૂદાના લોકોએ માંરો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો છે.”


જયારે દાઉદને આયાની પુત્રી રિસ્પાહે એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યુ હતું તેની જાણ થઈ,


ત્યારે તે યાબેશ ગિલયાદના લોકો પાસે ગયો અને શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ લઈ લીધાં. જે દિવસે પલિસ્તીઓએ ગિલયાદના ડુંગર ઉપર શાઉલને હરાવ્યો હતો તે દિવસે તેઓએ શાઉલ અને તેના પુત્રોનાં મૃતદેહોને બેથશાનના દરવાજા પર ખુલ્લા ચોકમાં લટકાવ્યાં હતાં, તે સ્થળેથી તેઓ તેઓના અસ્થિ લાવ્યા હતા.


પલિસ્તીઓએ સાંભળ્યું કે, દાઉદ સમગ્ર ઇસ્રાએલીઓનો રાજ્યકર્તા બન્યો છે; તેઓ સાથે ભેગા થઈને દાઉદને માંરી નાખવા તેની શોધખોળ કરવા નીકળી પડયા, દાઉદે આ સાંભળ્યું અને યરૂશાલેમના કિલ્લામાં ચાલ્યો ગયો.


તેથી ઇસ્રાએલના આગેવાનોએ દાઉદ સાથે હેબ્રોનમાં યહોવાની સમક્ષ કરાર કર્યો, અને દાઉદ ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષિકત થયો.


તે હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના લોકો ઉપર સાડા સાત વર્ષ રાજય કર્યુ. ત્યારબાદ તેણે યરૂશાલેમમાં રહીને સમગ્ર ઇસ્રાએલ અને યહૂદાના લોકો ઉપર 33 વર્ષ રાજય કર્યું.


પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”


પલિસ્તીઓએ શાઉલના આ હાલ કર્યા છે એની જાણ યાબેશ-ગિલયાદના લોકોને થઇ.


આથી ઇસ્રાએલના બધા આગેવાનો રાજા દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદે યહોવાની સાક્ષીએ તેમની સાથે હેબ્રોનમાં કરાર કર્યો અને તેમણે દાઉદનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, અને એ રીતે યહોવાએ શમુએલને આપેલું વચન પરિપૂર્ણ થયું.


યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે:


શમુએલે તેલનું શીગડું લઈને તેનો તેના ભાઈઓના દેખતાં અભિષેક કર્યો. પછી યહોવાના આત્માંએ દાઉદમાં સંચાર કર્યો અને તે દિવસથી તેના ભેગો રહ્યો. શમુએલ પછી તેની જગ્યાએ પાછો ગયો.


Lean sinn:

Sanasan


Sanasan