Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:9 - પવિત્ર બાઈબલ

9 સર્વ ઇસ્રાએલીઓ એકબીજાને ચર્ચા કરતા હતા અને કહેતા હતા કે, “રાજાએ આપણને શત્રુઓના હાથમાંથી પણ બચાવ્યા, અને પલિસ્તીઓના હાથમાંથી બચાવ્યા હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ઇઝરાયલનાં બધાં કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, ને તેમણે પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા; અને હવે આબ્શાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 સમગ્ર દેશમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. તેમણે એકબીજાને કહ્યું, “દાવિદ રાજાએ આપણને આપણા શત્રુઓથી બચાવ્યા. તેમણે આપણને પલિસ્તીઓથી છોડાવ્યા પણ હવે તે આબ્શાલોમથી નાસી છૂટીને દેશ છોડી જતા રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઇઝરાયલીનાં બધા કુળોના સર્વ લોકો એકબીજા સાથે દલીલ કરીને કહેતા હતા કે “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી અને પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા છે અને હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડીને દેશમાંથી જતો રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:9
15 Iomraidhean Croise  

તેથી તરત જ દાઉદે પોતાના અમલદારોને કહ્યું, “આપણે અહીંથી તાબડતોબ ચાલ્યા જઈએ અને પલાયન થઇ જઇએ નહિ તો આબ્શાલોમ થોડી વારમાં જ અહીં આવશે, તે આપણને પકડશે, આપણો સંહાર કરશે અને યરૂશાલેમના લોકોને માંરી નાખશે.”


તેઓએ આબ્શાલોમના શબને લઈને જંગલમાં એક ખાડામાં ફેંકી દીધું. અને તેની ઉપર ઘણાં બધાં પથ્થરો મૂક્યાં, બધા ઇસ્રાએલીઓ પોતાને ઘેર જતા રહ્યા.


આપણે આબ્શાલોમનો રાજ્યાભિષેક કર્યો પણ તે તો યુદ્ધમાં માંર્યો ગયો છે, તેથી પાછા આવીને ફરીથી આપણો રાજા બનવા માંટે આપણે દાઉદને વિનંતી કરીએ.”


રાજા ગિલ્ગાલ ગયા અને કિમ્હામ રાજા સાથે ગયો. યહૂદાના બધા લોકો અને ઇસ્રાએલના અડધા લોકો પણ તેઓ સાથે ગયા અને નદી પાર આવ્યા.


જ્યારે માંરા લોકોએ માંરી સામે બળવો કર્યો ત્યારે તમે મને બચાવ્યો અને માંરી રક્ષા કરવા આવ્યા. તમે મને દેશનો રાજકર્તા બનાવ્યો. જે લોકોને હું કદી જાણતો પણ ન હતો, હવે માંરી સેવા કરે છે.


તેથી દાઉદે બઆલ-પરાસીમમાં તેઓને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેમ તૂટેલા બંધમાંથી પાણીના પૂરની જેમ યહોવાએ માંરા શત્રુઓમાં ભંગાણ પાડયું છે.” તેથી એ જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું છે.


તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. મને બીજા રાષ્ટ્રોનો રાજા બનાવો. જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.


એટલે મેં તેમને કહ્યું, ‘તમાંરામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો.’ તેમણે મને આપ્યાં અને મેં તે અગ્નિમાં નાખ્યાં અને આ વાછરડું બહાર નીકળી આવ્યું.”


આમ, દાઉદે પથ્થર અને ગોફણ વડે પલિસ્તી ઉપર જીત મેળવી અને તરવાર વગર જ તેને માંરી નાખ્યો.


“તેણે તેમને કહ્યું કે, દાઉદને કહો કે, ‘રાજાને તારી પાસેથી દહેજમાં ફકત સો પલિસ્તીઓની ઇન્દ્રીયની ચામડી જ જોઈએ છે તેને તેના દુશ્મનો ઉપર વેર વાળવું છે.’” શાઉલના મનમાં એવું હતું કે, આ રીતે દાઉદ પલિસ્તીને હાથે માંર્યો જશે.


તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિર્દોષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?”


Lean sinn:

Sanasan


Sanasan