Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 19:8 - પવિત્ર બાઈબલ

8 પછી રાજા ઊઠયો અને નગરના દરવાજા આગળ જઈને બેઠો, પછી લોકોને ખબર પડી કે તે ત્યાં છે તો લોકો રાજાની પાસે આવ્યાં. દરમ્યાનમાં આબ્શાલોમના અનુયાયીઓ ઇસ્રાએલીઓ પોતાને ઘેર ભાગી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે રાજા ઊઠીને દરવાજામાં બેઠો. અને સર્વ લોકને ખબર મળી, “જુઓ, રાજા દરવાજામાં બેઠો છે;” અને સર્વ લોકો રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી રાજા ઊભો થયો અને જઈને શહેરને દરવાજે બેઠો. તે ત્યાં છે એવું સાંભળીને તેના સર્વ સેવકો તેની આજુબાજુ એકઠા થયા. દરમ્યાનમાં સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરમાં જતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેથી રાજા ઊઠીને નગરના દરવાજા આગળ જઈને બેઠો સર્વ લોકોને ખબર પડી કે રાજા દરવાજામાં બેઠો છે. પછી સર્વ લોકો રાજાની આગળ આવ્યા. સર્વ ઇઝરાયલીઓ તો પોતપોતાના તંબુઓમાં ચાલ્યા ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 19:8
10 Iomraidhean Croise  

તે પ્રતિદિન સવારે વહેલો ઊઠતો અને શહેરના દરવાજાના રસ્તા પાસે જઈને ઊભો રહેતો, અને જયારે જયારે કોઈ માંણસ રાજા પાસે ફરિયાદ લઈ ન્યાય કરાવવા આવતો ત્યારે આબ્શાલોમ તેને પોતાની પાસે બોલાવતો, અને પૂછતો કે, “તું કયાંથી આવે છે?” પેલો માંણસ જવાબ આપતો, “સાહેબ, હું ઇસ્રાએલના ફલાણા કુળસમૂહમાંથી આવું છું.”


તેઓએ આબ્શાલોમના શબને લઈને જંગલમાં એક ખાડામાં ફેંકી દીધું. અને તેની ઉપર ઘણાં બધાં પથ્થરો મૂક્યાં, બધા ઇસ્રાએલીઓ પોતાને ઘેર જતા રહ્યા.


દાઉદ નગરના બે દરવાજા વચ્ચે બેઠો હતો. ચોકીદાર નગરના કોટ ઉપર ચઢી ગયો તેણે જોયું, તો જુઓ એક મૅંણસ એકલો દોડતો આવતો હતો.


છેવટે રાજા દાઉદે કહ્યું, “તમને જેમ યોગ્ય લાગે તેમ હું કરીશ.” પછી તે દરવાજા પાસે ઊભો રહ્યો અને લશ્કર સો અને હજારની ટૂકડીમાં ગોઠવાઇ ગયું.


સૈન્યના માંણસો જાણે કે યુદ્ધમાં પરાજય પામવાથી શરમાંતા હોય તેમ છાનામાંના નગરમાં ચાલ્યા ગયા.


દિવસને અંતે સૂર્યાસ્ત થતાંજ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, “દરેક જણ પોતપોતાના દેશમાં પોતપોતાને ઘેર જાવ.”


ઇસ્રાએલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને તેઓ પોતાને ઘેર ભાગી ગયા. યહૂદાના રાજા અમાસ્યાને પકડયો અને યરૂશાલેમ ગયા.


યહોરામ પોતાના બધા રથો લઇને યર્દન નદીને સામે કાંઠે અને તેના રથના સેનાપતિઓ સાથે સાઈર ચાલ્યો ગયો. પછી રાત્રે ઊઠીને અદોમીઓ પર હુમલો કર્યો જેણે તેને ઘેરી લીધા હતા.પણ તેની લશ્કરી ટૂકડીઓ પોતાના ઘરે નાસી ગઇ.


તેથી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓને હરાવ્યા. ઇસ્રાએલના 30,000 સૈનિકો મર્યા, બાકીના છાવણીમાં નાસી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan