Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:7 - પવિત્ર બાઈબલ

7 તેણે દાઉદને અપશબ્દો કહ્યાં, “ઓ ખૂન કરનાર, લોહી તરસ્યા! અહીંથી ચાલ્યો જા!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 શિમઈએ શાપ આપતાં આમ કહ્યું, હે ખૂની તથા બલિયાલના માણસ, જતો રહે, જતો રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 શિમઈ શાપ દેતાં કહેવા લાગ્યો, “હે ખૂની અને નકામા માણસ, જા, અહીંથી જતો રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 શિમઈએ શાપ આપતા કહ્યું, “હે ખૂની તથા બલિયાલના માણસ! દૂર જા, અહીંયાથી જતો રહે,

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:7
16 Iomraidhean Croise  

તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,


દાઉદના બધા અગંરક્ષકોને દાઉદની ડાબી અને જમણી બાજુએ તેનું રક્ષણ કરવા ફરી વળ્યાં હતાં, કારણકે શિમઇએ દાઉદ અને તેના અમલદારો ઉપર પથ્થર ફેંકવાની કોશિષ કરી હતી.


સરૂયાના પુત્ર અબીશાયે કહ્યું, “દેવના પસંદ કરેલા રાજાને શિમઈએ શાપ આપ્યો છે, શું આ માંટે તેને માંરી નાખવો જોઈએ નહિ?”


બિખ્રીને શેબા નામે એક પુત્ર હતો, જે એક બિન્યામીની હતો, અને દુષ્ટ અને સંતાપ આપનાર હતો, તેણે દાઉદ સામે રણશિંગું ફૂંકીને કહ્યું, “દાઉદ સાથે અમાંરે કોઇ સંબંધ નથી. યશાઇના પુત્ર સાથે અમાંરે કોઇ સંબંધ નથી! ઇસ્રાએલીઓ, તમે સૌ તમાંરે ઘેર જાઓ!”


તે દિવસે યહૂદાના લોકો અને ઇસ્રાએલના બધા લોકો સમજી શકયા કે નેરના પુત્ર આબ્નેરના ખૂન માંટે રાજાને દોષ આપવો ન જોઇએ કારણકે તેણે આબ્નેરને માંરવા હૂકમ કર્યો ન હતો.


સભાની આગળમાં બે બદમાંશોને પણ બેસાડો અને તેમની પાસે કહેવડાવો કે નાબોથે યહોવાને અને રાજાને શ્રાપ આપ્યો છે. તો તેને બહાર લઇ જાવ અને તેના પર પથ્થરો ફેંકીને તેને માંરી નાખો.”


અને પેલા બે બદમાંશો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ જુબાની આપી અને કહ્યું તેણે (નાબોથ) દેવને અને રાજાને શ્રાપ આપીને ખોટું કર્યુ છે. પછી તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો ફેકીને માંરી નાખ્યો.


“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.


હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.


હે મારા દેવ, મારા તારણહાર; મને મૃત્યુદંડથી બચાવો; હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ, અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.


દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે. તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો. તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.


મારા હૃદયમાં ઘણી વેદના થાય છે, અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.


કે તમાંરા રાષ્ટનાં અમુક દુષ્ટ લોકોએ તેમના શહેરના લોકોને ગેરમાંગેર્ દોરીને તમે કદી પૂજયા ન હોય તેવા પારકા દેવોની પૂજા કરવાનું તેમને કહ્યું છે,


હવે એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને યહોવા પ્રતિ પ્રેમ ન હતો!


તેથી હવે આ બાબતનો સંપૂર્ણ વિચાર કરીને શું કરવું તે નક્કી કરીને કહો. નહિ તો આપણા ઘણીને અને તેમના આખા કુટુંબને મુશ્કેલી નો સામનો કરવો પડશે. નાબાલ એટલો દુષ્ટ છે કે તેની સાથે વાત કરવી અશક્ય છે કે જેથી તે તેનુ મન બદલાવી શકે.”


Lean sinn:

Sanasan


Sanasan