Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:5 - પવિત્ર બાઈબલ

5 દાઉદ રાજા બાહૂરીમ પાસે પહોંચ્યો ત્યાં, તેઓને શાઉલના કુટુંબનો માંણસ ગેરાનો પુત્ર જેનું નામ શિમઈ હતું, તે તેઓને શાપ દેતો દેતો આગળ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ત્યારે જુઓ, શિમઈ નામનો એક માણસ, જે ગેરાનો દિકરો હતો, ને જે શાઉલનાં સગાંમાંનો હતો તે અંદરથી નીકળ્યો. તે શાપ આપતો આપતો સામો આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 દાવિદ રાજા બાહુરીમમાં આવી પહોંચ્યો ત્યારે શાઉલનો એક સંબંધી ગેરાનો પુત્ર શિમઈ શાપ દેતો દેતો તેને મળવા બહાર નીકળી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ગેરાનો દીકરો શિમઈ શાઉલના કુટુંબનો હતો તે ત્યાંથી બહાર આવ્યો. તે શાપ આપવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:5
22 Iomraidhean Croise  

રાજા અને તેના માંણસો યર્દન નદી પહોંચ્યા ત્યારે તેઓ સર્વ થાકી ગયા હતાં, આથી તેમણે ત્યાં વિશ્રામ કર્યો.


રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈં છે તે બધું હવે તારું છે.” સીબાએ કહ્યું, “ઓ પ્રભુ, માંરા રાજા, હું આપને પ્રણામ કરું છું. અને હું સદા આપને પ્રસન્ન કરતો રહું.”


દાઉદના બધા અગંરક્ષકોને દાઉદની ડાબી અને જમણી બાજુએ તેનું રક્ષણ કરવા ફરી વળ્યાં હતાં, કારણકે શિમઇએ દાઉદ અને તેના અમલદારો ઉપર પથ્થર ફેંકવાની કોશિષ કરી હતી.


પરંતુ યોનાથાન અને અહીમાંઆસને એક છોકરો જોઈ ગયો અને તે આબ્શાલોમને કહેવા દોડી ગયો આથી એ બે જણા તાબડતોબ “બાહૂરીમ” પાસે એક માંણસને ઘેર ગયા. ત્યાં તેના ફળિયામાં એક કૂવો હતો, તેમાં તેઓ નીચે ઊતરી ગયાં.


આર્બાથી અબીઆલ્બોન; બાર્હુમીમાંથી આઝમાંવેથ;


પાલ્ટીએલ બાહુરીમ સુધી તેની પાછળ રડતો રડતો આવ્યો, પણ આબ્નેરે તેને કહ્યું, “ઘેર પાછો જા.” એટલે તે પાછો ગયો.


પાટનગર સૂસામાં એક યહૂદી રહેતો હતો. તેનું નામ મોર્દખાય હતું. તે બિન્યામીન ટુકળીના, કીશના પુત્ર શિમઇના પુત્ર યાઇરનો પુત્ર હતો.


દેવે મારા ધનુષ્યની દોરી લઇ લીધી છે અને મને દુર્બળ બનાવી દીધો છે.


મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે; અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.


તેઓ ભલે મને શાપ આપે, હું તેની કાળજી કરીશ નહિ; કારણ તમે મને આશીર્વાદ આપો છો; જ્યારે તેઓ મારા પર હુમલો કરે ત્યારે તેમને હારવા દો, પછી હું તમારો સેવક આનંદ પામીશ.


કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે, અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.


કારણ કે એ એકમાંત્ર એનું પાગરણ છે. તેથી તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.


“તમાંરા ન્યાયધીશોની નિંદા ન કર તથા તમાંરા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.


જેમ ભટકતી ચકલી, અને જેમ ઊડતું અબાબીલ પક્ષી છે. તેમ વિનાકારણે આપેલો શાપ કોઇને માથે ઊતરતો નથી.


રાજાને કે ધનવાનને તારા મનમાં પણ શાપ ન આપીશ; કારણ કે, વાયુચર પક્ષી તે સાંભળીને વાત લઇ જાય છે.


ભૂખથી અને દુ:ખથી પીડાતા લોકો આખા દેશમાં ભટકશે. ભૂખના માર્યા ગુસ્સે થઇને તેઓ પોતાના રાજાને અને દેવને શાપ આપશે, અને ઊંચે આકાશ તરફ જોશે;


તેણે દાઉદને કહ્યું, “હું તે કંઈ કૂતરો છું કે તું માંરી સામે લાકડી લઈને આવ્યો છે?” તેણે પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan