Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:4 - પવિત્ર બાઈબલ

4 રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈં છે તે બધું હવે તારું છે.” સીબાએ કહ્યું, “ઓ પ્રભુ, માંરા રાજા, હું આપને પ્રણામ કરું છું. અને હું સદા આપને પ્રસન્ન કરતો રહું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે રાજાએ સીબાને કહ્યું, “જે બધું મફીબોશેથનું છે તે હવે તારું જ છે.” સીબાએ કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, હું આપને નમું છું. મારા પર આપની કૃપાદષ્ટિ રહો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈ હોય તે તારું છે.” સીબાએ જવાબ આપ્યો, “હું તો આપનો સેવક છું. હે રાજા, મારા માલિક, આપ મારાથી સદા પ્રસન્‍ન રહો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી રાજાએ સીબાને કહ્યું કે, “જો, જે સઘળું મફીબોશેથનું હતું તે હવે તારું છે.” સીબાએ જવાબ આપ્યો કે, “હે મારા માલિક રાજા હું વિનમ્રતાથી તને નમન કરું છું. કે “તમે મારા પર કૃપાદ્રષ્ટિ દર્શાવો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:4
14 Iomraidhean Croise  

યોઆબે રાજાને પ્રણામ કર્યા અને રાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “હવે મને ખાતરી થઈ કે, આપ માંરા પર પ્રસન્ન છો, આપે માંરું સાંભળ્યું છે.”


તે સ્ત્રી રાજા પાસે ગઈ, ભોંય પર પડી, લાંબા થઇને પ્રણામ કર્યા અને કહ્યું, “હે રાજા, મને મદદ કરો.”


રાજાએ તેને કહ્યું, “તું તારે ઘેર જા, માંરા પર વિશ્વાસ રાખ, તેની હું કાળજી રાખીશ.”


રાજાએ તેને સવાલ કર્યો, “તારા ધણી શાઉલનો પૌત્ર મફીબોશેથ કયાં છે?” સીબાએ કહ્યું, “તે યરૂશાલેમમાં રહે છે, કારણ, ‘તેને એમ લાગે છે કે, હવે ઇસ્રાએલીઓ તેના દાદા શાઉલનું રાજય તેને પાછું આપશે.’”


દાઉદ રાજા બાહૂરીમ પાસે પહોંચ્યો ત્યાં, તેઓને શાઉલના કુટુંબનો માંણસ ગેરાનો પુત્ર જેનું નામ શિમઈ હતું, તે તેઓને શાપ દેતો દેતો આગળ આવ્યો.


પરંતુ પછી માંરો સેવક જ તમને મળવા આવ્યો, અને તમને માંરા વિષે દુષ્ટ વાતો કરી છે. હું જાણું છું કે તમે દેવદૂત જેવા છો, આપને યોગ્ય લાગે તેમ કરો.


તે યોનાથાનનો પુત્ર અને શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો અને તેણે રાજા દાઉદ સમક્ષ મસ્તક નમાંવી નમન કર્યું. દાઉદે કહ્યું, “મફીબોશેથ?” તેણે કહ્યું, “હાજી, આપનો સેવક હાજર છે.”


પછી રાજા દાઉદે શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “હું તારા શેઠના પૌત્રને શાઉલની અને તેના કુટુંબની બધીજ મિલકત સોંપી દઉં છું.


“તમાંરે કદાપી લાંચ લેવી નહિ. કારણ કે લાંચ દેખતાને અંધ બનાવે છે, જેથી તેઓ સત્ય જોઈ શકતા નથી. તે સારા માંણસને ખોટુ બોલતા કરે છે.


સાંભળ્યા પહેલાઁ જવાબ આપવામાં મૂર્ખાઇ તથા લજ્જા છે.


ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે.


જ્ઞાન વગરની આકાંક્ષા સારી નહિ, ઉતાવળાં પગળાં ભરનાર પાપમાં પડે છે.


“કોઈ એક જ વ્યકિતની સાક્ષીને આધારે કોઈને દોષિત ન ઠરાવી શકાય. ગુનેગાર સાબિત કરવા માંટે બે કે ત્રણ સાક્ષીઓની જુબાની આવશ્યક છે.


Lean sinn:

Sanasan


Sanasan