Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:2 - પવિત્ર બાઈબલ

2 સીબાને રાજાએ પૂછયું, “તું આ બધું શા માંટે લાવ્યો છે?” સીબાએ જવાબ આપ્યો, “આ ગધેડાં રાજાના કુટુંબના સભ્યો માંટે છે. રોટલી અને ઉનાળાની ઋતુનાં ફળ તમાંરા યુવાન નોકરો માંટે છે. અને આ દ્રાક્ષારસ તમાંરામાંથી જે કોઈને રણમાં નબળાઇ લાગે તેને પીવા માંટે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 રાજાએ સીબાને પૂછ્યું, “આ બધાં વાનાં તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું, “ગધેડાં રાજાના કુટુંબના મણસોને સવારી કરવા માટે, રોટલી તથા ઉનાળાનાં ફળ જુવાનોને ખાવા, અને દ્રાક્ષારસ રાનમાં જે નિર્ગત થ ઈ જાય તેઓને પીવા માટે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 દાવિદ રાજાએ તેને પૂછયું, “આ બધું તું શા માટે લાવ્યો છે?” સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આ ગધેડાં આપના કુટુંબીજનોને બેસવા માટે છે, રોટલી અને ફળો સૈનિકોને જમવા માટે છે અને દ્રાક્ષાસવ વેરાનપ્રદેશમાં થાકી જનારાંને પીવા માટે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 રાજાએ સીબાને પૂછ્યું કે, “આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:2
13 Iomraidhean Croise  

અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?”


એસાવે કહ્યું, “મેં જે બધા લોકોને અહીં આવતાં જોયા, તે લોકો કોણ છે? અને આ બધાં પશુઓ શા માંટે છે?” યાકૂબે જવાબ આપ્યો, “એ તમાંરા માંટે માંરા તરફથી ભેટ છે. જેથી તમે માંરો સ્વીકાર કરી શકો. અને માંરા માંલિકની માંરા તરફ દયા રહે.”


ત્યારબાદ આબ્શાલોમે પોતા માંટે રથ તથા ઘોડાઓની તજવીજ કરી. તે રથ ચલાવતો હોય ત્યારે તેની આગળ દોડવા પચાસ માંણસો રાખ્યા હતા.


આખા લશ્કરે આગળ કૂચ કરી ત્યારે બધા લોકો મોટેથી રડવા લાગ્યા. પછી રાજા કિદ્રોનના નાળાને વટાવી ગયો ત્યારે બધાં લોકો બહાર નિર્જન પ્રદેશ તરફ ગયા.


મધ અને દહીં, ઘેટાં અને પનીર લઈને તેમને મળ્યા, અને આ બધું દાઉદને અને તેનાં મૅંણસોને ખાવા માંટે આપ્યું, તેઓને થયું કે, “એ લોકો રાનમાં ભૂખ્યાં-તરસ્યાં થયા હશે અને થાકી ગયાં હશે.”


તેણે કહ્યું, “હે માંરા પ્રભુ અને રાજા, માંરા સેવક સીબાએ મને દગો દીધો. હું લંગડો છું એટલે મેં તેને કહ્યું, ‘માંરા ગધેડા પર જીન નાખ, માંરે રાજા સાથે જવું છે.’


“તારા દેશબંધુઓ જો તને કહે કે, આથી તમે શું સૂચવવા માંગો છો,


તેને 30 પુત્રો હતાં અને તેઓ 30 ગધેડા ઉપર સવારી કરતાં હતાં. તેઓના ગિલયાદમાં 30 નગરો હતાં જ આજે પણ યાઈરના નગરો તરીકે જાણીતા છે.


“અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ,


ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી જ આ બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.”


જે ભેટ આ દાસી લાવી છે તે આપના તાબા હેઠળના માંણસોને આપી દો.


Lean sinn:

Sanasan


Sanasan