Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:8 - પવિત્ર બાઈબલ

8 હું જયારે અરામમાં આવેલા ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં યહોવાની એવી માંનતા રાખી હતી કે, જો ‘યહોવા મને પાછો યરૂશાલેમ લાવશે, તો હું યહોવાની સેવા કરીશ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે હું અરામના ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં એવી માનતા રાખી હતી કે, ‘જો યહોવા મને નક્‍કી યરુશાલેમમાં પાછો લાવશે, તો હું યહોવાની આરાધના કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 અરામના ગેશૂરમાં હું રહેતો હતો ત્યારે મેં પ્રભુની આગળ પ્રતિજ્ઞા કરી હતી કે જો તે મને પાછો યરુશાલેમમાં લાવશે તો હું હેબ્રોન જઈને પ્રભુની આરાધના કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તારો સેવક અરામના ગશૂરમાં રહેતો હતો ત્યારે શપથ લીધા હતા કે, ‘જો ઈશ્વર મને યરુશાલેમમાં પાછો લાવશે, તો હું ઈશ્વરની સ્તુતિ કરીશ.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:8
14 Iomraidhean Croise  

યોઆબ તરત જ ગશૂર ગયો અને આબ્શાલોમને યરૂશાલેમ લઈ આવ્યો.


આબ્શાલોમે કહ્યું, “માંરી ઇચ્છા એવી છે કે તું રાજાને એમ પૂછ કે, જો તે મને જોવા ઇચ્છતો નથી તો મને શા માંટે ગશૂરમાંથી પાછો બોલાવ્યો છે? હું ત્યાં જ રહ્યો હોત તો માંરા માંટે વધારે સારું હતું. માંરે રાજાની સાથે મુલાકાત કરવી છે, અને જો મેં કંઈ પાપ કર્યું હોય એમ તેમને લાગે તો મને મોતની સજા કરી શકે છે.”


એટલે રાજાએ કહ્યું, “ઠીક, સુખેથી જા, જઈને તારી માંનતા પૂર્ણ કર.” આથી આબ્શાલોમ હેબ્રોન ગયો.


બીજો પુત્ર કિલઆબ હતો, જેની માંતા કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલ હતી. ત્રીજો પુત્ર આબ્શાલોમ હતો. તેની માંતા ગશૂરના રાજા તાલ્માંયની પુત્રી માંઅખાહ હતી.


હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ, હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.


જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કારણ કે દેવ મૂર્ખાઓ પર રાજી નથી હોતા; તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો.


કારણ કે તમે એમ કહો છો કે, અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અમે શેઓલની સાથે સમજૂતી કરી છે; જ્યારે વિનાશનો ચાબખો વીંજાશે ત્યારે તે અમને સ્પર્શ કરશે નહિ, કારણ કે અમે જૂઠાણાનો આશ્રય લીધો છે, અને અમારી જાતને જુઠ્ઠાણામાં છુપાવી દીધી છે.


જો તમે જશો તો તમારો જીવ ગુમાવશો, કારણ કે તમે તમારી જાતે જ મને તમારા માટે વિનંતિ કરવા મોકલ્યો હતો અને મને કહ્યું હતું, ‘તમારા યહોવા દેવ તને જે કહે તે તું અમને કહેજે અને અમે તેને આધીન થઇશું.’


યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”


તેણે એવી માંનતા રાખી કે, “ઓ સર્વસમર્થ યહોવા, તું જો તારી આ દાસી પર કૃપાદૃષ્ટિ કરે, માંરી પ્રાર્થના સાંભળે, ભૂલી ન જાય અને મને એક પુત્ર આપે, તો હું તે પુત્ર દેવને સમર્પણ કરીશ, જે જીવનપર્યંત દેવનો થઈને રહેશે અને તેના વાળ કદી કપાવીશ નહિ.”


શમુએલે પૂછયું, “હું કેવી રીતે જાઉં? જો શાઉલને તેની ખબર પડી જાય તો તે મને માંરી નાખશે.” યહોવાએ કહ્યું, “તું તારી સાથે એક વાછરડું લઈ જા, અને તેને કહેજે કે, ‘હું યહોવાને યજ્ઞ અર્પવા આવ્યો છું.’


Lean sinn:

Sanasan


Sanasan