Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:6 - પવિત્ર બાઈબલ

6 રાજા પાસે ન્યાય મેળવવા આવતા એકેએક ઇસ્રાએલી સાથે આબ્શાલોમ આ રીતે વર્તતો અને એમ કરીને તેણે ઇસ્રાએલીઓનાં હૃદય જીતી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઇઝરાયલના જે માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા, તે સર્વની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો; એ પ્રમાણે આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં હ્રદય હરી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 રાજા પાસે ન્યાય મેળવવા માટે આવતા સર્વ ઇઝરાયલીઓ પ્રત્યે આબ્શાલોમ આવું જ વર્તન દાખવતો અને એમ તેણે તેમની નિષ્ઠા સંપાદન કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સર્વ ઇઝરાયલના માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા ત્યારે તેઓની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો હતો. તેથી આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં મન જીતી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:6
6 Iomraidhean Croise  

એક સંદેશવાહકે યરૂશાલેમમાં દાઉદને જઇને કહ્યું, “ઇસ્રાએલની પ્રજાએ આબ્શાલોમને અનુસરવાનું શરું કર્યુ છે.”


દુષ્ટ માણસ પોતાની વાણીથી પડોશીઓનો નાશ નોતરે છે. પરંતુ ન્યાયી તેના જ્ઞાનવડે બીજાઓને ઉગારે છે.


દુનિયા પરનાં સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા રાજાના વારસ બનેલા આ યુવાનની સાથે હતાં.


“‘તેના પછી એની જગ્યા પર એક તિરસ્કારપાત્ર પુરુષ આવશે. જેને રાજ્યસત્તા પામવાનો અધિકાર નહિ હોય, તે અચાનક આવશે અને તરત શાસન મેળવશે.


એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે.


આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan