Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:3 - પવિત્ર બાઈબલ

3 ત્યારે આબ્શાલોમ તેને કહેતો, “ઓ ભાઈ, તું સાચો છે, પણ રાજા દાઉદ તને સાંભળશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 આબ્શાલોમ તેને કહેતો, “જો, તારી ફરિયાદ ખરી તથા વાજબી છે; પણ તારું સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પછી પેલો માણસ પોતે કયા કુળનો છે એ જણાવતો. ત્યાર પછી તે માણસને આબ્શાલોમ કહેતો, “જો તારી ફરિયાદ સાચી તથા વાજબી છે, પણ તારો કેસ સાંભળવાને રાજા પાસે તારો કોઈ પ્રતિનિધિ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને આબ્શાલોમ તેને કહેતો કે, “જો, તારી ફરિયાદ ખરી તથા યોગ્ય છે, પણ તારી ફરિયાદ સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:3
16 Iomraidhean Croise  

અને પોતાને કહેતો, “હું ન્યાયાધીશ હોત તો કેવું સારુ હતું! તો કોઈને જટિલ સમસ્યા કે કોઇ કારણ હોય તે માંરી પાસે આવત, અને હું તેને ન્યાય આપત.”


દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું.


લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે. લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.


“તમાંરા માંતાપિતાનું સન્માંન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.


“અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને શાપ આપે તો પણ તેને મૃત્યુદંડની સજા કરવી.”


ભલા માણસો યહોવાની કૃપા મેળવે છે, પણ જેઓ દુષ્ટ યોજનાઓ ઘડે છે તેઓ સજા પામે છે.


એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે અને પોતાની માને આશીર્વાદ દેતી નથી.


જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે, અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે.તેની આંખને ખીણના કાગડા ફોડી નાંખો અને ગીઘડા ખાઇ જાઓ.


તારામાં કોઇ માતાપિતાને માન આપતું નથી. વિદેશીઓને સુરક્ષા માટે નાણાં ચૂકવવા ફરજ પાડે છે. અને અનાથો તથા વિધવાઓ ઉપર ત્રાસ ગુજારે છે.


“‘તેના પછી એની જગ્યા પર એક તિરસ્કારપાત્ર પુરુષ આવશે. જેને રાજ્યસત્તા પામવાનો અધિકાર નહિ હોય, તે અચાનક આવશે અને તરત શાસન મેળવશે.


તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ થયા અને તેમને કહ્યું, “તમે હવે હદ વટાવો છો, તમાંરી આગેવાનીથી અમે થાકી ગયા છીએ. ઇસ્રાએલના સર્વ લોકો પવિત્ર છે? તેઓની વચ્ચે યહોવાનો વાસ નથી? તમે તમાંરી જાતને યહોવાની મંડળી કરતાં ઊંચી શા માંટે ગણાવો છો?”


દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’ અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’


પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’”


દરેક લોકોનો આદર કરો. દેવના કુટુંબના દરેક ભાઈઓ અને બહેનોને પ્રેમ કરો. રાજાનું સન્માન કરો અને દેવથી ડરો, અને રાજાને માન આપો.


આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે. આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan