૨ શમુએલ 14:2 - પવિત્ર બાઈબલ2 તેથી તેણે તકોઓમાંથી એક ચતુર સ્ત્રીને તેને મળવા લઇ આવવા સંદેશો મોકલ્યો. તેને કહ્યું, “તું શોકમાં હોય તેવો ઢોંગ કરજે. શોકનાં વસ્ત્રો ધારણ કરજે. તું લાંબા સમયથી શોકમાં છે તેવો તારો દેખાવ અને વર્તન રાખજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યોઆબે તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્ત્રીને તેડાવીને તેને કહ્યું, “કૃપા કરીને તું શોક પાળનારનો વેષ ધારણ કરીને, ને શોકનાં વસ્ત્ર પહેરીને, તારે અંગે તલ ન લગાડતાં મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોક પાળનાર સ્ત્રીના જેવી થા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેથી તેણે તકોઆમાં રહેતી એક ચાલાક સ્ત્રીને બોલાવડાવી. તે આવી એટલે તેણે તેને કહ્યું, “તું શોકમગ્ન હોય તેવો દેખાવ કર. તારાં શોકનાં વસ્ત્ર પહેર અને અત્તર ચોળીશ નહિ. કોઈના મરણને લીધે લાંબા સમયથી શોકમાં હોય એવી સ્ત્રી જેવું વર્તન કરજે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી યોઆબે તકોઆ નગરમાં ખબર મોકલીને ત્યાંથી એક જ્ઞાની સ્ત્રીને તેડાવી પછી તેને કહ્યું, “કૃપા કરીને તું શોક કરનારનાં જેવો ઢોંગ કર અને શોકના વસ્ત્રો પહેર. કૃપા કરી તારા પોતાના પર તેલ ન લગાવ, પણ મૃત્યુ પામેલાંને માટે લાંબા સમયથી શોક કરનાર સ્ત્રીના જેવી તું થા. Faic an caibideil |
બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને “તકોઆના વગડા” તરફ જવા નીકળી પડ્યા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઇને કહ્યું, “યહૂદા-વાસીઓ અને યરૂશાલેમના વતનીઓ, મને ધ્યાનથી સાંભળો: જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે કોઇથી ડરવાનું રહેશે નહિ, જો તમે તેમના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખશો, તો તમારો વિજય થશે.”