૨ શમુએલ 13:5 - પવિત્ર બાઈબલ5 યોનાદાબે કહ્યું, “હવે, શું કરવું તે હું તને કહીશ, તારા પલંગ પર સૂઈ જા, અને બિમાંર હોવાનો ઢોંગ કર. તારા પિતા તારી ખબર જોવા આવશે, અને જ્યારે તને જોવા આવે ત્યારે તેમને કહેજે કે, ‘માંરી બહેન તામાંરને માંરા માંટે રોટલી પકવવાનું કહો, જ્યારે હું જોઉં અને તે મને પોતે જ પીરશે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યોનાદાબે તેને કહ્યું, “તારા પલંગ પર સૂઈ જઈને માંદો હોવાનો ઢોંગ કર; અને તારા પિતા તને જોવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્ન આપે, ને મારા જોતાં રસોઈ બનાવે, કે હું તે જોઉં ને તેના હાથે ખાઉં એવી ગોઠવણ કૃપા કરીને કરો.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 યોનાદાબે તેને કહ્યું, “બીમાર હોવાનો ઢોંગ કરીને સૂઈ જા. તારા પિતા તને મળવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામારને અહીં આવીને મને જમાડવાનું કહો. તેને હું અહીં મારે માટે ભોજન તૈયાર કરતી જોઉં અને પછી તે પોતે મને જમાડે એવું હું ઇચ્છું છું.” તેથી આમ્નોન બીમાર હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી યોનાદાબે તેને કહ્યું કે, તું તારા “પલંગ ઉપર સૂઈ રહે અને બીમાર હોવાનો ઢોંગ કર. જયારે તારા પિતા તને જોવા આવે, ત્યારે તેને કહેજે કે, ‘કૃપા કરીને શું તમે મારી બહેન તામારને મને ખાવાને અન્ન આપવા અને મારા માટે ભોજન બનાવવા સારુ મોકલો, કે જેથી હું તેને જોઈને તેના હાથથી ખાઉં?” Faic an caibideil |
તેથી અમે તમારી પાસે જે કરાવવા ઈચ્છીએ છીએ તે આ છે. તમારા તરફથી સરદારને તથા બધા યહૂદિ આગેવાનો તરફથી સંદેશો મોકલો. સરદારને કહો કે તમારી ઈચ્છા પ્રમાણે પાઉલને તમારી આગળ રજૂ કરે. સરદારને કહો કે તમારી ઈચ્છા પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. જ્યારે તે અહીં રસ્તા પર હશે, ત્યારે અમે પાઉલને મારી નાખવાની રાહ જોઈશું.”