Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 12:1 - પવિત્ર બાઈબલ

1 પછી યહોવાએ પ્રબોધક નાથાનને દાઉદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યો, “એક નગરમાં બે માંણસો રહેતા હતા. એક ધનવાન હતો અને બીજો ગરીબ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી યહોવાએ નાથાનને દાઉદ પાસે મોકલ્યો. તેણે દાઉદની પાસે આવીને તેને કહ્યું, “એક નગરમાં બે માણસ હતા. એક શ્રીમંત, ને બીજો દરિદ્રી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પછી પ્રભુએ સંદેશવાહક નાથાનને દાવિદ પાસે મોકલ્યો. નાથાને તેની પાસે જઈને તેને કહ્યું, “એક નગરમાં બે માણસો રહેતા હતા. એક શ્રીમંત અને બીજો ગરીબ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, “નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 12:1
24 Iomraidhean Croise  

દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!’”


શ્રીમંત પાસે ઘણાં ઘેટાં તથા ઢોર હતાં.


આપણે સૌ મૃત્યુ પામવાના છીએ. આપણે એક દિવસ જમીન પર ઢોળાયેલા પાણી જેવા થઇશું એ કાંઈ પાછું ભેગું થાય નહિ. દેવ લોકોને માંફ કરે છે. તે લોકો માંટે, જેને જબરદસ્તી સુરક્ષા માંટે ભાગવું પડે છે. પાછા બોલાવવાની યોજના બનાવે છે. તે તેઓને તેનાથી ભાગી જવા બળજબરી કરતા નથી.


નાથાને દાઉદને તેને યહોવાએ સંદર્શનમાં જે કાંઈ કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.


પરંતુ યાજક સાદોકે, યહોયાદાના પુત્ર બનાયા, પ્રબોધક નાથાન, શિમઈ, રેઈ અને દાઉદના સૈન્યના સરદારોએ અદોનિયાને સાથ આપવાનો ઇન્કાર કર્યો,


યરોબઆમ વેદી પાસે બલિદાનો ચડાવવા માંટે ઊભો હતો, ત્યારે યહોવાએ એક દેવના માંણસને યહૂદાથી બેથેલ મોકલ્યો.


ઘણા દિવસો પછી, દુકાળના ત્રીજે વર્ષે એલિયાને યહોવાની વાણી સંભળાઈ, “જા, આહાબ સમક્ષ હાજર થા, હવે હું આ ધરતી પર વરસાદ વરસાવવાનો છું.”


“ઊઠ, સમરૂનમાં વસતા ઇસ્રાએલના રાજા આહાબ પાસે પહોંચી જા. તે તને નાબોથની દ્રાક્ષનીવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષાવાડીનો કબજો લેવા ગયો છે.


નાથાનનો પુત્ર અઝાર્યા રાજયપાલોનો વડો હતો. યાજક નાથાનનો પુત્ર ઝાબૂદ રાજાનો મિત્ર હતો.


પરંતુ યહોવાના દૂતે તિશ્બેના એલિયાને જણાવ્યું, “અહાઝયાના સંદેશવાહકો પાસે જા, તેઓને પૂછી જો, ‘શું ઇસ્રાએલમાં કોઇ દેવ નથી? તો શા માંટે તમે બઆલઝબૂબ પાસે એવું પૂછવા એક્રોન જાઓ છો કે, રાજાને સારું થશે કે નહિ?


રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી ષ્ટા શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના ગ્રંથોમાં નોંધેલાઁ છે.


ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “તે લોકો શું કહે છે? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝિક્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તેઓ દૂર દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan