Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 11:1 - પવિત્ર બાઈબલ

1 વસંત ઋતુમાં જયારે રાજાઓ યુદ્ધ લડવા નીકળે, તે સમય દાઉદે યોઆબાને, સૈન્યના અમલદારોને ઇસ્રાએલના બધાજ સૈન્યોને હુમલો કરવા અને આમ્મોનીઓનો નાશ કરવા મોકલ્યા, તેઓએ રાબ્બાહનગરને ઘેરો ઘાલ્યો. પરંતુ દાઉદ તો યરૂશાલેમમાં જ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 નવું વર્ષ બેસતાં જ્યારે રાજાઓ [યુદ્ધને માટે] નીકળે છે, તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયલને મોકલ્યા. તેઓએ આમ્મોનપુત્રોનો નાશ કર્યો, ને રાબ્બા નગરને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 વસંતઋતુમાં રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા જતા. તે સમયે દાવિદે યોઆબને તેના અધિકારીઓ સહિત ઇઝરાયલી સૈન્ય લઈને મોકલ્યો. તેમણે આમ્મોનીઓનો ભારે સંહાર કર્યો અને રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો. પણ દાવિદ પોતે તો યરુશાલેમમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 વસંતઋતુમાં જયારે બધા રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા માટે બહાર જતા હતા, ત્યારે દાઉદે યોઆબને, તેના ચાકરોને તથા ઇઝરાયલના સૈન્યને મોકલ્યું. તેઓએ આમ્મોનીઓનો નાશ કર્યો અને રાબ્બાને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 11:1
15 Iomraidhean Croise  

આમ્મોનીઓએ જોયું કે અરામીઓ ભાગી રહ્યાં હતા. એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને નગરમાં ભરાઈ ગયા, અને યોઆબ યરૂશાલેમ પાછો ફર્યો.


પછી પ્રબોધકે ઇસ્રાએલના રાજા પાસે જઈને કંહ્યું, “તું તારું બળ વધારજે, અને સાવધ રહેજે, અને જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ, આવતે વરસે વસંતના સમયે અરામનો રાજા તારા પર હુમલો કરશે.”


બીજે વર્ષે વસંતના સમયે તેણે અરામીઓનું લશ્કર ભેગું કરીને ઇસ્રાએલીઓ સાથે લડવા અફેક પર કૂચ કરી.


વસંત ઋતું બેસતાં સામાન્ય રીતે રાજાઓ યુદ્ધે ચઢે છે ત્યારે યોઆબે સૈનાનું માર્ગદર્શન કરી આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ વિનાશ કરી નાખ્યો અને પછી તે રાબ્બાહ આવ્યો અને તેને ઘેરો ઘાલ્યો. પણ દાઉદ યરૂશાલેમમાં જ રહ્યો, યોઆબે શહેર પર હુમલો કર્યો અને તે જીતી લીધું.


ત્યારબાદ વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ તેને બાબિલ બોલાવ્યો. તે વખતે મંદિરમાંથી ઘણો ખજાનો બાબિલ લઇ જવામાં આવ્યો. નબૂખાદનેસ્સાર રાજાએ યહોયાખીનના ભાઇ સિદકિયાને યહૂદા અને યરૂશાલેમમાં નવા રાજા તરીકે નીમ્યો.


મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે? અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?


પ્રેમ કરવાનો સમય; ધિક્કારવાનો સમય; યુદ્ધનો સમય સલાહ શાંતિનો સમય.


“તેથી એવો સમય આવી રહ્યો છે, જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ વેરાન ખંડેરોનો ઢગ બની જશે, એની શેરીઓ બળીને ભસ્મ થઇ જશે, અને ઇસ્રાએલ પોતાની ભૂમિ કબજે કરનારાઓની ભૂમિ કબજે કરશે.” આ હું યહોવા બોલું છું.


“હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે! રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો, શોકના વસ્ત્રો પહેરો, વાડામાં સંતાઇને રડો અને પ્રશ્ચાતાપ કરો. કારણ કે તમારા દેવ મિલ્કોમ, તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે.


એક એંધાણી રાજાને આમ્મોનીઓના નગર નો માર્ગ બતાવે, અને બીજી એંધાણી યહૂદાનો, ઠેઠ યરૂશાલેમ સુધીનો માર્ગ બતાવે.


હું રાબ્બાહની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી મહેલો, ઘરોને નષ્ટ કરી નાખશે. ચારેતરફ યુદ્ધનાદ થશે, અને જાણે પ્રચંડ વાવાઝોડાનો પ્રકોપ થઇ રહ્યો હોય એમ લાગશે.


ત્યારબાદ યહોવા પોતે લડાઇને માટે સુસજ્જ થઇને તે દેશોની વિરુદ્ધ લડવા માટે જશે.


જ્રરાક્ષસી રફાઈઓમાંથી ફકત બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો. આજે પણ આમ્મોનીઓના રાબ્બાહ નગરમાં તેનો લોખંડનો સાડાતેર હાથ લાંબો અને છ હાથ પહોળો પલંગ જોવા મળે છે.


જયારે પલિસ્તીઓનું સૈન્ય હુમલો કરતું, ત્યારે દરેક વખતે શાઉલના બીજા અમલદારો કરતા દાઉદને વધારે સફળતા મળતી અને આથી દાઉદનું નામ સમગ્ર દેશમાં ખૂબ જ ખ્યાતિ પામ્યું.


Lean sinn:

Sanasan


Sanasan