6 હવે આમ્મોનીઓને ભાન થયું કે પોતે દાઉદની દુશ્મનાવટ વહોરી લીધી છે, એટલે તેમણે બેથ-રહોબના અને સોબાહના પ્રાંતોમાંથી 20,000 સિરિયન પાયદળને, માંઅખાહના રાજા પાસેથી 1,000 સૈનિકોને અને ટોબાના પ્રાંતમાંથી 12,000 સૈનિકોને ભાડે રાખ્યા.
6 આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.
6 જયારે આમ્મોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં તિરસ્કૃત થયા છે, ત્યારે તેઓએ સંદેશાવાહકો મોકલીને બેથ-રાહોબના તથા સોબાહના અરામીઓમાંથી વીસ હજાર પાયદળ સૈનિકો, હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસો વેતન આપી સૈન્યમાં દાખલ કર્યા.
પરંતુ યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે લોકોએ મને બહુ દુ:ખી કર્યો છે; આ પ્રદેશના વતનીઓ કનાનીઓ અને પરિઝીઓમાં તમે મને અપ્રિય બનાવ્યો છે. તે બધા લોકો આપણા વિરોધી થઈ જશે. અહીં માંરી પાસે તો થોડા જ માંણસો છે, અને જો એ લોકો એકઠા થઈને માંરી વિરુધ્ધ જઈને માંરા પર હુમલા કરે તો માંરા પરિવારનો તો વિનાશ જ થાય.”
જયારે દાઉદે આ વાત સાંભળી ત્યારે તેણે તેઓને મળવા માંણસ મોકલ્યો, કારણ, તેઓ ખૂબ શરમ અનુભવતાં હતાં. દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમાંરી દાઢી પાછી ઊગે ત્યાં સુધી તમે યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”
અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”
એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને માંણસોની ટોળી ભેગી કરીને પોતે તેનો નાયક બની ગયો, ત્યાંથી તેઓ દમસ્ક ગયા અને ત્યાં સ્થાયી થઇ ગયા, અને રેઝોન તેમનો રાજા બની ગયો.
કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”
તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવા જુએ અને તમને સજા કરે. કારણ તમે અમને ફારુન અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને અમાંરી હત્યા કરવા માંટે તેઓને એક બહાનું આપી દીધું છે.”
તેઓ મિસ્પાહ ખાતે ગદાલ્યા પાસે આવ્યા, ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહના પુત્રો યોહાનાન અને યોનાથાન તાન્હુમેથના પુત્ર સરાયા, નટોફાથીને એફાયના પુત્રો માઅખાથીનો પુત્ર યઝાન્યા તથા તેઓની ટૂકડીઓ મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.
તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા હતા, પણ તેઓ પણ બધા નાસી છૂટયા, કોઇ ટકી ન રહ્યો, કારણ, તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો હતો, તેમના સર્વનાશનો ઘડો ભરાઇ ચૂક્યો હતો.
મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માંઅખાથીઓની સરહદ સુધીનો સમગ્ર આગોર્બનો એટલે કે બાશાનનો પ્રદેશ કબજે કર્યો, અને પોતાના નામ ઉપરથી ત્યાંનાં ગામડાઓનું નામ “યાઈરના ગામડાઓ” પાડયું. આજે પણ તે પ્રદેશ એ નામથી જ ઓળખાય છે.)
ત્યાં એ લોકોને મદદ કરે એવું કોઈ ન હતું. કારણ કે તેઓ નગર સિદોનથી ધણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબધ નહોતો, લાઈશ એ બેથ-રહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાનકુળસમહોએ ફરી તે નગર બાંધવાનું શરૂ કર્યુ અને ત્યાં વસવાટ કર્યો.
અને બધાં ઇસ્રાએલીઓએ આ સમાંચાર સાંભાળ્યા અને કહ્યું, “શાઉલે પલિસ્તી સેનાપતિને માંરી નાખ્યો છે. હવે પલિસ્તીઓ ઇસ્રાએલીઓને ખરેખર ધિક્કારે છે.” અને ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓને શાઉલ સાથે જોડાવા કહેવામાં આવ્યું.