Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 1:21 - પવિત્ર બાઈબલ

21 “હે ગિલ્બોઆના પર્વતો, તમાંરા પર વરસાદ કે ઝાકળ ન પડો. તમાંરાં ખેતરોમાં કઇ ન ઉપજે જેથી તમાંરા તરફથી કોઇ અર્પણો ન આવે. કારણ, યોદ્ધાઓની ઢાલ નકામી ગણીને ફેંકી દેવામાં આવી હતી અને શાઉલની ઢાલ જે તેલમાં બોળવામાં આવી ન હતી, કાટ ખાઇ ગઇ હતી અને ત્યાં પડેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હે ગિલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ, કે વરસાદ, કે અપર્ણનાં ખેતરો ન હોય, કેમ કે ત્યાં યોદ્ધાની ઢાલ, એટલે શાઉલની ઢાલ, જાણે કે તે તૈલાભિષિક્ત થઈ જ ન હોય એવી રીતે ભ્રષ્ટ થઈને પડેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 ગિલ્બોઆના પર્વતો, તમારા પર વરસાદ કે ઝાકળ ન પડો. કારણ, તમારા રક્ષક્ષેત્ર પર લોહી રેડાયું છે. ત્યાં શૂરવીરોની ઢાલો ધૂળમાં રગદોળાઈને ઝાંખી પડી છે, શાઉલની ઢાલ પણ હવે તેલથી ચમક્તી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ગિલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ કે વરસાદ ન હોય, કે અર્પણોનાં ખેતરોમાં અનાજ ન હોય, કેમ કે ત્યાં યોદ્ધાઓની ઢાલ ભ્રષ્ટ થઈ છે, શાઉલની ઢાલ હવે જાણે તેલથી અભિષિક્ત થયેલી હોય નહિ એવું છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 1:21
14 Iomraidhean Croise  

પલિસ્તીઓ ઇસ્રાએલીઓ સામે ગિલ્બોઆના ડુંગર પર યુદ્ધે ચઢયા. ઘણા ઇસ્રાએલીઓ માર્યા ગયા અને બાકી રહ્યા તે ભાગી ગયા.


બીજે દિવસે પલિસ્તીઓએ યુદ્ધમાં મૃત્યુ પામેલાઓના શરીરો પરથી લૂંટ ભેગી કરવા પાછા ગયા, ત્યારે તેઓએ શાઉલ અને તેના પુત્રોના શબ જોયાં.


શસ્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમા હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી છે, તેના જેવી છે ગરદન તારી.


ત્યાં જોઉં છું તો ભાણાં પીરસાઇ ગયાં છે, જાજમ પથરાઇ ગઇ છે, “લોકો ખાય છે, પીએ છે,” ત્યાં હુકમ છૂટે છે. “સરદારો ઊઠો, યુદ્ધ માટે ઢાલોને તૈયાર કરો.”


અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ, કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ, એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે. હું વાદળોને આજ્ઞા કરીશ કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”


યહોવા મારા માલિક કહે છે: “જ્યારે તેનું પતન થયું, અને જ્યારે તે નીચે મૃત્યુની જગ્યાએ (શેઓલ) ઊતરી ગયું ત્યારે મેં સમુદ્રો પાસે તેને માટે શોક પળાવ્યો અને તેઓના પ્રવાહોને રોક્યા. તેથી લબાનોનના સર્વ વૃક્ષો મૂચ્છિર્ત થઇ ગયા.


યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યાજકો જે યહોવા આગળ સેવક છે તેઓ શોક કરે છે.


કોણ જાણે છે? કદાચ તે તેના વિચાર બદલે અને સજાથી ફરી તમને આશીર્વાદ આપે. ત્યારે તમારા દેવ યહોવાને ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.


“યહોવાનો દૂત કહે છે, ‘મેરોઝ પર શ્રાપ ઊતરશે, તેના વતનીઓ ઉપર શ્રાપ ઊતરશે.’ તેઓ યહોવાની મદદે આવ્યા નહોતા; યોદ્ધાઓ વિરૂદ્ધ યહોવાને મદદ કરવા.


પછી શમુએલે તેલની શીશી લઈને શાઉલના માંથા ઉપર રેડી અને તેને ચુંબન કર્યું. શમુએલે કહ્યું, “યહોવાએ તને ઇસ્રાએલી પ્રજાના રાજા તરીકે અભિષિકત કર્યો છે. તું યહોવાના લોકો પર શાસન કરીશ.


પલિસ્તીઓ ઇસ્રાએલી સામે લડ્યા; જેઓ નાસી ગયા અને ગિલ્બોઆ પર્વત ઉપર માંર્યા ગયા. ઘણા ઇસ્રાએલીઓ ત્યાં મરી ગયા અને તેમાંનાં ઘણાં ભાગી ગયા.


બીજે દિવસે પલિસ્તીઓ, મૃતદેહો પરથી વસ્રાદિ અલંકારો લૂંટી લેવા આવ્યા, ત્યારે તેમણે શાઉલને અને તેના ત્રણ પુત્રોને ગિલ્બોઆના ડુંગર પર મરેલા પડેલા જોયા.


Lean sinn:

Sanasan


Sanasan