2 પિતર 1:20 - પવિત્ર બાઈબલ20 સૌથી મહત્વપૂર્ણ, તમારે સમજવું જ પડે કે: પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન કોઈ એક વ્યક્તિએ કરેલું પોતાનું અર્થઘટન નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 તમારે સૌ પ્રથમ આ વાત સમજવાની છે કે કોઈપણ વ્યક્તિ શાસ્ત્રનાં ભવિષ્યકથનો પોતાની આગવી રીતે સમજી શકે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંની કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્યપ્રેરિત નથી. Faic an caibideil |
આપણે તે પણ જાણીએ છીએ કે ન્યાયી માણસો માટે નિયમની રચના કરવામાં આવી નથી. નિયમ તો તેઓના માટે છે કે જે લોકો નિયમની વિરૂદ્ધમાં છે અને જેઓ નિયમના પાલનનો ઈન્કાર કરે છે. જે લોકો દેવથી વિમુખ હોય, જે પાપી હોય, જેઓ પવિત્ર ન હોય, અને જેને કોઈ ધર્મ ન હોય, જે લોકો પિતૃહત્યારા તથા માતૃહત્યારા હોય, ખૂની હોય, એવા લોકો માટે નિયમ હોય છે.