Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 1:14 - પવિત્ર બાઈબલ

14 હું જાણું છું કે મારે ખૂબ ઝડપથી આ શરીરનો ત્યાગ કરવાનો છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તે દર્શાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે મને માલૂમ છે કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડયું, તે પ્રમાણે મારો માંડવો જલદી પડી જવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું તે પ્રમાણે હું જાણું છું કે ટૂંક સમયમાં જ હું આ વિનાશી શરીર છોડી જવાનો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 1:14
11 Iomraidhean Croise  

મારા ડેરાંતંબુ સમેટી લેવામાં આવ્યા છે, જેમ કાપડને શાળ પરથી કાપી નાખવામાં આવે છે તેમ, મારો જીવનપટ કાપી નાખવામાં આવ્યો છે. સમગ્ર દિવસ દરમ્યાન દેવ મને મારા જીવનના અંતની નજીક અને નજીક લઇ આવે છે.


સિમોન પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, તું ક્યાં જાય છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “હું જ્યાં જાઉં છું ત્યાં હવે તું મારી પાછળ આવી શકીશ નહિ, પણ તું પાછળથી અનુસરીશ.”


“અને હવે મને ધ્યાનથી સાંભળો. હું જાણું છે કે તમારામાંનું કોઈ પણ મને ફરીથી જોઈ શકશે નહિ. હું બધો જ સમય તમારી સાથે હતો. મેં તમને દેવના રાજ્ય વિષેની સુવાર્તા કહી છે.


અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવસર્જીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે.


પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાત મંડપમાં માંરી પાસે આવો, જેથી હું તને માંરો આદેશ આપી શકું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાત મંડપમાં ઉભા રહ્યાં.


કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું. અને મારો પ્રયાણકાળ પાસે આવી ગયો છે.


“હું મૃત્યુ પામવા પર છું. તેથી તમાંરે બધાએ જાણવું અને સમજવું જોઈએ, તમાંરી બધી માંનસિક અને આધ્યાત્મિક ક્ષમતા સાથે કે યહોવાએ જે બધા સારાઁ વચનો જે તમને આપ્યાં હતાં તે તેણે પાળ્યાં છે, અને તે બધા સાચા પડ્યાં છે. તેમાંનું કોઈ પણ નકામું નથી ગયું.


જ્યાં સુધી હું અહીં આ પૃથ્વી પર જીવિત હોઉ ત્યાં સુધી હું માનું છું કે મારા માટે તમને આ બાબતોનું સ્મરણ કરાવવું તે યોગ્ય જ છે.


Lean sinn:

Sanasan


Sanasan