1 તિમોથી 1:18 - પવિત્ર બાઈબલ18 તિમોથી, તું તો મારા દીકરા સમાન છે. હુ તને આજ્ઞા આપું છું. ભૂતકાળમાં તારા વિષે જે ભવિષ્યકથનો થયેલા તેના અનુસંધાનમાં આ આજ્ઞા છે. એ ભવિષ્યકથનને અનુસરીને સારી રીતે સંઘર્ષ સામે લડી શકે, તે માટે હું તેને આ બધું કહુ છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને આ [ખાસ] આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો [ની સહાય] થી તું સારી લડાઈ લડે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 મારા પુત્ર તિમોથી, હું તને આ આજ્ઞા ફરમાવું છું: ઘણા સમય પહેલાં તારા વિષે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તું જે સારી લડાઈ લડી રહ્યો છે એમાં પ્રભુનાં એ શબ્દો તારું રક્ષણ કરો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે; Faic an caibideil |
તિમોથી, દેવે તારામાં વિશ્વાસ મૂકીને તને ઘણી વસ્તુઓ સોંપી છે. તે વસ્તુઓને તું સુરક્ષિત રાખજે. દેવ તરફથી આવતી ન હોય એવી મૂર્ખાઈ ભરી વાતો કરતાં લોકોથી તું દૂર રહેજે. સત્યની વિરૂદ્ધમાં દલીલો કરતાં લોકોથી તું દૂર રહેજે. તેઓ જેને “જ્ઞાન” તરીકે ઓળખાવે છે, તેનો તે લોકો ઉપયોગ કરે છે. પરંતુ ખરેખર તો તે જ્ઞાન નથી.