1 થેસ્સલોનિકીઓ 4:6 - પવિત્ર બાઈબલ6 તમારામાંના કોઈએ તમારા ભાઈ સાથે અનુચિત વ્યવહાર ન કરવો જોઈએ કે તેને છેતરવો પણ ન જોઈએ. જે લોકો આમ કરે છે તેમને પ્રભુ શિક્ષા કરશે. અમે ક્યારનું ય તમને એ બાબત વિષે જણાવ્યું છે અને ચેતવ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામનો બદલો લેનાર છે, તે બાબત અમે અગાઉ પણ તમને કહ્યું હતું, ને પ્રમાણ આપ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી. Faic an caibideil |
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.”
જેવી દેવની ઈચ્છા હતી તેવી વ્યથા તમારી હતી. હવે જુઓ કે તે વ્યથા તમને શું પ્રદાન કરે છે: તે વ્યથા તમારામાં ઘણી ગંભીરતા લાવી. તમે ખોટા ન હતા તેવું પૂરવાર કરવાની તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને ક્રોધિત તેમજ ભયભીત બનાવ્યા. મને મળવા માટે તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને વધારે સમર્પિત બનાવ્યા. તેણે તમને ન્યાયી બાબત કરવાની ઈચ્છાવાળા બનાવ્યા. તમે સાબિત કર્યુ કે તમે આ બાબતમાં સંપૂર્ણ નિર્દોષ હતા.