Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 9:11 - પવિત્ર બાઈબલ

11 તેઓ નગરમાં જવા ટેકરો ચઢતા હતા, ત્યારે પાણી ભરવા જતી કેટલીક યુવાન કન્યાઓ તેઓને સામે મળી. તેઓએ તેમને પૂછયું, “શું દૃષ્ટા નગરમાં છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓ નગરમાં જવા માટે ઘાટ પર ચઢતા હતા, એટલામાં પાણી ભરવાને બહાર આવતી કન્યાઓ તેઓને મળી; તેમને તેઓએ પૂછ્યું, “શું દષ્ટા અહીં છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જયારે તેઓ નગરમાં જવા સારુ પર્વત ચઢતા હતા, ત્યારે જે પાણી ભરવાને બહાર આવતી યુવતીઓ તેઓને મળી. શાઉલ તથા તેના સેવકે તેઓને પૂછ્યું, “શું પ્રબોધક અહીં છે?”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 9:11
9 Iomraidhean Croise  

તે નગર બહાર કૂવા પાસે ગયો, ત્યારે સંધ્યાકાળે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા જતી હતી. તે વખતે તેણે શહેર બહાર કૂવા પાસે ઊંટને બેસાડયાં.


પછી નોકરની પ્રાર્થના પૂરી થતાં પહેલા જ ત્યાં રિબકા નામની કન્યા ખભા પર ઘડો લઈને આવી. રિબકા બથુએલની પુત્રી હતી. અને બથુએલ ઇબ્રાહિમના ભાઈ નાહોર અને મિલ્કાહનો પુત્ર હતો.


પરંતુ તે ઘેટાંપાળકે કહ્યું, “જયાંસુધી બધાં ઘેટાંનાં ટોળાં ભેગા થાય નહિ ત્યાં સુધી અમે એમ કરી શકીએ નહિ, બધા ટોળાં ભેગાં થાય તે પછી જ કૂવાના મુખ પરથી પથ્થર હઠાવીશું અને બધા ઘેટાં પાણી પીશે.”


યાકૂબ ઘેટાંપાળકો સાથે વાત કરતો હતો ત્યારે જ રાહેલ પોતાનાં પિતાનાં ઘેટાં સાથે આવી. (રાહેલનું કામ ઘેટાં ચારવાનું હતું.)


ત્યારે મિધાનના યાજકની સાત પુત્રીઓ ત્યાં આવી. અને પોતાના બાપનાં ઘેટાંબકરાને પાણી પીવડાવવા માંટે કૂવામાંથી પાણી ખેંચીને હવાડા ભરવા લાગી.


હે દુષ્ટ માણસ, સજ્જનનાં ઘર આગળ લાગ જોઇ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ.


ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે. યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે. યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.


શાઉલ સંમત થયો, “ઠીક આપણે પ્રયત્ન કરી જોઈએ!”


Lean sinn:

Sanasan


Sanasan