Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 7:9 - પવિત્ર બાઈબલ

9 શમુએલે એક ધાવણું ઘેટું લઈ યહોવાને તેની આહુતિ ધરાવી અને ઇસ્રાએલીઓ વતી યહોવાને ધા નાખી, અને યહોવાએ તે સાંભળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને શમુએલે એક ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ યહોવાને કર્યું; અને તેણે ઇઝરાયલીઓને માટે યહોવાને વિનંતી કરી; અને યહોવએ તેને ઉત્તર આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 શમુએલે એક નાનું હલવાન કાપ્યું અને પ્રભુને અર્પણ તરીકે તેનું પૂરેપૂરું દહન કર્યું. ઇઝરાયલને બચાવવાને તેણે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 શમુએલે ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ ઈશ્વરને કર્યું અને તેણે ઇઝરાયલને સારુ ઈશ્વરની આગળ પોકાર કર્યો અને ઈશ્વરે તેને ઉત્તર આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 7:9
16 Iomraidhean Croise  

“મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”


તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે, સહાયને માટે યહોવાને વિનંતી કરી; ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.


“મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા!


“જયારે કોઈ વાછરડું, લવારુ કે બકરું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની માં પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમાં દિવસે અને તે પછી તે યહોવા સમક્ષ અગ્નિ દ્વારા યજ્ઞ માંટે માંન્ય થશે.


એટલે મેં તેમને પ્રાર્થના કરી, ‘હે યહોવા માંરા પ્રભુ, કૃપા કરીને તમાંરા લોકોનો, જેમને તમે અપનાવેલા છે, જેમને તમે તમાંરી મહાન શકિતથી છોડાવ્યા છે, જેમને તમે તમાંરા પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છો, તેમનો નાશ ન કરશો.


તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે.


અને તેની પાસેની અશેરાહ દેવીની પ્રતિમાંને કાપી નાખ, અને ત્યાર પછી આ ટેકરા ઉપર તારા દેવ યહોવાને માંટે યોગ્ય રીતે બાંધેલી યજ્ઞવેદી બનાવ. પછી પેલો બીજો બળદ લઈને તેં કાપી નાખેલી પ્રતિમાંનાં લાકડાં વડે અર્પણ ચઢાવ.”


બીજે દિવસે સવારે લોકોની અવરજવર શરૂ થઈ ત્યારે લોકોએ જોયું કે બઆલની વેદીને તોડી નાખી છે, તેની પાસેની અશેરા દેવીનો સ્તંભ તોડી નાખવામાં આવ્યો છે. તેઓએ એક નવી બાંધેલી વેદી પણ જોઈ જ્યાં બીજા બળદનું અર્પણ કરાયું હતું.


“તું માંરા પહેલાં ગિલ્ગાલ ચાલ્યો જજે. પછી હું તને ત્યાં મળવા આવીશ. ત્યાં હું તને દહનાર્પણો તથા શાંત્યર્પણો અર્પણ કરીશ. પણ તારે સાત દિવસ સુધી માંરી રાહ જોવી; પછી હું આવીશ અને તને કહીશ કે તારે શું કરવું.”


અત્યારે ઘઉંની કાપણીની ઋતું છે, હું યહોવાને પ્રૅંર્થના કરીશ એટલે તે ગાજવીજ સૅંથે પુષ્કળ વરસાદ મોકલશે; અને એ જોઈને પદ્ધી તમને ખાતરી થશે કે, તમે રાજાની માંગણી કરીને યહોવાની નજરમાં કેવો મોટો ગુનો કર્યો છે.”


શમુએલે પૂછયું, “હું કેવી રીતે જાઉં? જો શાઉલને તેની ખબર પડી જાય તો તે મને માંરી નાખશે.” યહોવાએ કહ્યું, “તું તારી સાથે એક વાછરડું લઈ જા, અને તેને કહેજે કે, ‘હું યહોવાને યજ્ઞ અર્પવા આવ્યો છું.’


હું માંરા માંટે એક વિશ્વાસુ યાજક પસંદ કરીશ. તે માંરી આજ્ઞાનું પાલન કરશે. હું તેને માંટે સ્થિર ઘર બાંધીશ. જે કાયમ માંરા અભિષિકત રાજાની સમક્ષ સેવા કરશે.


રામાં શમુએલનું વતન હતું. તેથી તે રામાં જતો હતો. એ શહેરથી શમુએલ ઇસ્રાએલી લોકો પર રાજ્ય કરતો હતો અને તેમનો ન્યાય કરતો હતો અને ત્યાં યહોવા માંટે એક વેદી પણ બાંધી.


કન્યાઓએ કહ્યું, “હાજી, આ જ માંગેર્ આગળ વધો, મળશે. વહેલા જાઓ. તે હમણાં જ શહેરમાં આવ્યા છે, કેમ કે આજે ટેકરી ઉપરનાં મંદિરમાં લોકોએ ઉપાસના અને શાંત્યર્પણ રાખ્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan