Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 5:9 - પવિત્ર બાઈબલ

9 પણ તેઓ તેને ત્યાં લઈ ગયા ત્યારબાદ યહોવાએ તે શહેરને ભારે સજા કરી અને સમગ્ર શહેરમાં ભય વ્યાપી ગયો. શહેરમાં નાનાંમોટાં સૌને ગૂંમડાં ફૂટી નીકળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી તેઓ તેને ત્યાં લઈ ગયા. પણ તે ત્યાં પહોંચ્યા પછી પ્રભુએ એ નગર પર પ્લેગની મોટી આફત લાવ્યા. શહેરના નાનામોટા સૌ લોકોને પ્રભુએ પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ તેઓ તેને ત્યાં લઈ ગયા પછી, ઈશ્વર તેઓના પર કોપાયમાન થયા. તેમણે તે નગરનાં નાનાં મોટાં માણસો પર કેર વર્તાવ્યો; તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 5:9
11 Iomraidhean Croise  

તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.


તે તો જેમ કોઇ માણસ સિંહથી ભાગી જાય; ને તેને રીંછ ભેટે, અથવા ઘરમાં જઇને ભીંતનો ટેકો લે, ને તેને સાપ કરડે તેવો.


તેઓ બધા મૃત્યુ પામે અને તેઓને ઇસ્રાએલી પડાવમાંથી દૂર કરવામાં આવે તેમ યહોવાએ કર્યુ.


પરંતુ જો તમે તેનું કહ્યું નહિ સાંભળો, અને તેની સામે થશો, તો તે તમાંરી અને તમાંરા રાજાની વિરુદ્ધ થઈ જશે.


આથી તેમણે તેમના દેવ યહોવાના કરારકોશને એક્રોન મોકલી આપ્યો, જયારે પવિત્રકોશ એક્રોન પહોંચ્યો ત્યારે ત્યાંના લોકો પોકાર કરી ઊઠયા કે, “આપણને અને આપણી પ્રજાને માંરી નાખવા માંટે એ લોકો ઇસ્રાએલીઓના દેવનો કરારકોશ અહીં લઈ આવ્યા છે!”


આથી એક્રોનના લોકોએ બધા પલિસ્તી રાજાઓની સભા બોલાવી અને કહ્યું, કૃપા કરીને “ઇસ્રાએલીઓના દેવનો પવિત્રકોશને તેની જગ્યા પર પાછો મોકલી દો, જેથી એ આપણને તથા આપણી પ્રજાને માંરી ન નાખે.” સમગ્ર શહેરમાં લોકો ભારે ભયભીત થઇ ગયા કારણ દેવે તેમને સખત સજા કરી હતી.


યહોવાએ આશ્દોદના લોકોને સખત સજા કરીને તેમને ભયભીત બનાવી દીધા; તેમણે આશ્દોદ અને તેની આસપાસના પ્રદેશના લોકોમાં ગૂંમડાંનો રોગચાળો ફેલાવી દીધો.


તેમણે દેવના પવિત્રકોશને ગાડામાં મૂકી અને તેની સાથે સોનાનાં ઉંદરો અને સોનાનાં ગુમડાના નમૂનાઓ મૂક્યા.


આમ, પલિસ્તીઓનો પરાજય થયો. અને શમુએલ જીવ્યો ત્યાં સુધી યહોવાએ તેમને ઇસ્રાએલીઓના પ્રદેશ ઉપર આક્રમણ કરવા દીધું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan