Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 5:4 - પવિત્ર બાઈબલ

4 બીજે દિવસે સવારે તેઓ ઊઠયા ત્યારે, ફરી દાગોન યહોવાના પવિત્રકોશ આગળ ઉધે માંથે પડેલો હતો. તેનું માંથું અને બંને હાથ ભાંગી ગયાં હતાં અને ઉબરા આગળ પડેલાં હતાં. માંત્ર દાગોનનું ધડ તેની જગ્યાએ રહ્યું હતું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 બીજે દિવસે તેઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, યહોવાના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. વળી દાગોનનું શિર તથા તેની બન્‍ને હથેલી ઉંબરા પર છૂટાં પડેલાં હતાં; કેવળ દાગોન [નું ધડ] રહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પછીના દિવસે વહેલી સવારે તેમણે જોયું કે દાગોનની મૂર્તિ ફરીથી પ્રભુની કરારપેટીની સમક્ષ જમીન પર ઊંધી પડેલી હતી. તેનું માથું અને તેના બંને હાથ ભાંગીને બારણાના ઉંબરા પર પડયા હતા; માત્ર ધડ બાકી રહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 બીજે દિવસે તેઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે પણ, ઈશ્વરના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. દાગોનનું શિર તથા તેના બન્ને હાથો દરવાજાના ઉંબરા ભાંગી પડેલાં હતાં. કેવળ દાગોનનું ધડ રહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 5:4
11 Iomraidhean Croise  

પરંતુ જ્યારે ઇસ્રાએલીઓ બીજા દેવોની વેદીઓના બધા પથ્થરોને ચૂનાની માફક પીસી નાખ્યા અને એક પણ ધૂપની વેદીને અને અશેરાહ દેવીની મૂર્તિઓના એક પણ સ્તંભને પણ રહેવા દીધો નહિ આથી, તેમનાં પાપોનું પ્રાયશ્ચિત થશે અને તેમનાં પાપો દૂર થશે.


નિર્ધન માણસ તેના અર્પણ તરીકે લાકડું પસંદ કરે છે તે સડતું નથી, પછી તે કુશળ કારીગર પાસે એવી મૂર્તિ બનાવડાવે છે જે પોતાની જગાએથી પડે નહિ કે હાલી પણ શકે નહીં.


યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો: “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી, તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”


તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઇ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે, કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,


નકામી છે, હાંસીપાત્ર છે. દેવ તેમને સજા કરશે ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે.


“સર્વ પ્રજાઓને આ સંદેશો કહો! ઢંઢેરો પિટાવો, બધી પ્રજાઓને જાહેર કરો, છુપાવશો નહિ, ખબર આપો કે, ‘બાબિલ જીતાયું છે, બઆલ દેવની બેઆબરું થઇ છે, મેરોદાખ દેવના ફુરચા ઉડાવી દેવામાં આવ્યાં છે; બાબિલની મૂર્તિઓને શરમજનક કરવામાં આવી છે, તેના પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’


વળી, તે મિસર પાછો ફરશે ત્યારે તેઓની ધાતુની મૂર્તિઓ અને મૂર્તિઓને અપેર્લાં સોનાના તથા ચાંદીના અસંખ્ય પાત્રો પોતાની સાથે લઇ જશે. અને થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.


તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઇ જશે, મૂર્તિપૂજા દ્વારા મેળવેલી તેની બધી કમાણી આગમાં ભસ્મ થઇ જશે. અને તેના બધાં જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ; કારણ તેણીએ એ બધું મારા પ્રત્યેની અવિશ્વાસની કમાણી રૂપે મેળવ્યું છે અને તે અવિશ્વાસુપણાની કમાણી તરીકે જ પાછું જશે.


ઉંદરો દેશનો નાશ કરી રહ્યાં હતા, અને લોકો પણ ગુમડાંથી હેરાન થયા. તેથી ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં ના પાંચ સોનાના નમૂના બનાવો અને ઇસ્રાએલના દેવને તેમની પ્રશંસામાં અર્પણ કરો. જેથી દેવ તમને તમાંરા દેવોને અને તમાંરી ભૂમિને સજા કરવાનું બંધ કરે.


Lean sinn:

Sanasan


Sanasan