Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 3:13 - પવિત્ર બાઈબલ

13 કારણ કે મેં તેને કહ્યું હતું કે તેના કુળને હું કાયમ માંટે સજા કરીશ. કારણ કે તેના પુત્રો માંરી નિંદા કરે છે અને એલી તે જાણતો હોવા છતાં તેણે તેઓને વાર્યા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 મેં તેને કહ્યું છે કે તેના પુત્રો મારી વિરુદ્ધ દુષ્ટ વાતો બોલ્યા હોવાથી હું તેના કુટુંબને કાયમની શિક્ષા કરનાર છું. એલી તેમનું આ કામ જાણતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 3:13
17 Iomraidhean Croise  

તેના પિતાએ તેને આખા જીવન દરમ્યાન કદી ઠપકો આપ્યો નહોતો કે, તેને પૂછયું સરખુંય નહોતું કે, “તું આમ શા માંટે કરે છે?” વળી તે દેખાવડો હતો; અને આબ્શાલોમ પછી જન્મ્યો હતો.


માંરા પિતા દાઉદ સાથે તેં જે દુષ્ટ વ્યવહાર કર્યો હતો તે તું બરાબર જાણે છે. યહોવા તને તારાં એ દુષ્ટ કૃત્યો માંટે સજા કરશે;


હે અમારા દેવ યહોવા, તું તેમને સજા નહિ કરે? કારણ, અમે અમારા ઉપર આક્રમણ કરતા એ મોટા સૈન્ય આગળ લાચાર છીએ, શું કરવું એની અમને સમજ પડતી નથી, અમે તો તારા ઉપર આધાર રાખીએ છીએ.”


સુધારવાની આશા હોય ત્યાં સુધી તમારા બાળકને શિક્ષા કરજો; તેને પોતાની જાતને વિનાશ કરવામાં મદદ કરશો નહિ.


સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માને ફજેત કરે છે.


કારણ કે તમારું અંત:કરણ જાણે છે કે તમે કેટલીય વાર બીજાની વિરૂદ્ધ બોલો છો!


એટલે, ઓ ઇસ્રાએલીઓ, હું યહોવા મારા માલિક, તમને કહું છું કે, હું, તમારો દરેકનો તેના વર્તન ઉપરથી ન્યાય કરીશ.


આખો દેશ પુરો થવા બેઠો છે, હવે તારો અંત આવી પહોંચ્યો છે. મારો રોષ તારા પર ઊતરનાર છે. હું તારાં દુષ્કર્મોનો હિસાબ માગીશ અને તારાં ધૃણાજનક કર્મોની ઘટતી સજા કરીશ.


રાષ્ટ્રોને જાગવા દો અને યહોશાફાટની કોતરમાં આવવા દો. હું નજીકના દેશોનો ન્યાય આપવા માટે ત્યાં બેસવાનો છું.


“જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી.


“જો કોઈ તે વખતે દેવ યહોવાની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચૂકાદાઓ અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તેને દેહાતદંડ આપવો. આમ, તમાંરે એ પાપીઓને ઇસ્રાએલમાંથી દૂર કરવા.


“જો કોઈ વ્યકિતનો પુત્ર જીદ્દી અને બંડખોર હોય, અને માંતાપિતાની અવજ્ઞા કરતો હોય, અને શિક્ષા કરવા છતાં ગણકારતો ના હોય,


હવે એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને યહોવા પ્રતિ પ્રેમ ન હતો!


એલીના પુત્રોનું આ પાપ યહોવાની દૃષ્ટિમાં અત્યંત ગંભીર હતું, કારણ કે તેઓ યહોવાના અર્પણનો અનાદર કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan