Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 26:6 - પવિત્ર બાઈબલ

6 દાઉદે હિત્તી અહીમેલેખ અને સરૂયાનો પુત્ર અબીશાય સાથે વાત કરી (અબીશાય યોઆબનો ભાઇ હતો) અને કહ્યું, “માંરી સાથે સેનાની છાવણીમાં શાઉલને મળવા માંટે કોણ આવે છે?” અબીશાયે કહ્યું, “હું તૈયાર છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરુયાના દીકરા અબીશાયને કહ્યું, “છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે?” અબીશાયે કહ્યું, “હું તમારી સાથે નીચે આવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી દાવિદે હિત્તી અહિમેલેખ અને સરુયાના પુત્ર, યોઆબના ભાઈ અબિશાયને કહ્યું, “શાઉલની છાવણીમાં જવા તમારામાંનો કોણ મારી સાથે આવશે?” અબિશાયે કહ્યું, “હું આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને, સરુયાના દીકરા અબિશાયને, યોઆબના ભાઈને કહ્યું, “મારી સાથે છાવણીમાં શાઉલ સામે કોણ ઉતરશે?” અબીશાયે કહ્યું, “હું તારી સાથે નીચે ઊતરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 26:6
22 Iomraidhean Croise  

કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા.


હિત્તીઓ, પરિઝીઓ, રફાઈઓ,


પછી તે મૃત પત્નીને ત્યાં છોડી તે હિત્તી લોકો સાથે વાત કરવા ગયો. તેણે કહ્યું


જયારે એસાવ 40 વર્ષનો થયો, ત્યારે તેણે હિત્તી બએરીની દીકરી યહૂદીથ અને હિત્તી એલોનની દીકરી બાસમાંથ સાથે લગ્ન કર્યા.


શું તેબેસમાં એક સ્ત્રીએ ઘંટીનું પડ ફેંકીને યરૂબ્બેશેથના પુત્ર અબીમેલેખને માંરી નાખ્યો નહોતો? તમે એટલા બધા કોટની નજીક ગયા જ શા માંટે?’ તો તારે એમ કહેવું કે, ‘તમાંરો સેવક ઊરિયા હિત્તી પણ ત્યાં ગયો હતો અને મરી ગયો હતો.’”


ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.”


દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.” આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો.


તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,


રાજાએ યોઆબ, અબીશાય અને ઇત્તાયને હુકમ કર્યો કે, “માંરે ખાતર તમે યુવાન આબ્શાલોમ સાથે નરમાંશથી બોલજો.” અને આખા લશ્કરે આ હુકમને સાંભળ્યો.


અને સરુયાનો પુત્ર યોઆબ દાઉદના માંણસોને હેબ્રોન લઇ ગયો. તેઓ ગિબયોન ગયા અને આબ્નેર અને ઇશબોશેથના અમલદારો ને તળાવ આગળ મળ્યા, આબ્નેરની ટોળકી તળાવની એક બાજુ અને યોઆબની ટોળકી બીજી બાજુ બેઠી.


સરુયાના ત્રણે દીકરાઓ, યોઆબ, અબીશાય અને અસાહેલ પણ ત્યાં યુદ્ધમાં હતા, અસાહેલ જંગલી હરણની જેમ ખૂબ ઝડપથી દોડી શકતો હતો.


યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો.


માંઅખાથીના પુત્ર અહાસ્બાય દીકરો અલીફેલેટ અહીથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ;


ઊરિયા હિત્તી, એમ બધા મળીને કુલ સાડત્રીસ માંણસો હતા.


રથોની કિંમત લગભગ સાત કિલો ચાંદી જેટલી મિસરથી લાવવામાં આવતી હતી, અને ઘોડા દરેક પોણા બે કિલો ચાંદી વડે ખરીદાયા હતા. હિત્તીઓના રાજાઓ અને અરામના રાજાઓ પણ ઘોડા અને રથો તે વેપારીઓ પાસેથી ખરીદતાં હતાં જેઓ તેની આયાત કરતાં હતાં.


કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”


આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો.


આથી દાઉદ અને અબીશાય રાત્રે છાવણીમાં ગયા. તેમણે શાઉલને સૈનિકોની વચ્ચે છાવણીની મધ્યે સૂતેલો જોયો. તેનો ભાલો તેના માંથા આગળ જમીનમાં ખોસેલો હતો. આબ્નેર અને લશ્કર તેની ફરતે સૂતેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan