૧ શમુએલ 26:25 - પવિત્ર બાઈબલ25 પછી શાઉલે દાઉદને કહ્યું, “માંરા પુત્ર, દાઉદ, હું તને આશીર્વાદ આપુ છું. તને આશીર્વાદ મળે, તું મહાન કાર્યો કરે અને વિજયી બને.” પછી દાઉદ પોતાને રસ્તે પડયો અને શાઉલ પોતાને ઘેર પાછો ફર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ત્યારે શાઉલે દાઉદને કહ્યું, “મારા દીકરા દાઉદ, તને ધન્ય હો; તું પરાક્રમી કૃત્યો કરશે, ને નક્કી ફતેહ પામશે.” પછી દાઉદ તેને રસ્તે પડ્યો, ને શાઉલ તેની જગાએ પાછો ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 શાઉલે કહ્યું, “મારા પુત્ર, ઈશ્વર તને આશિષ આપો. તું બધી બાબતોમાં સફળ થાઓ.” એમ દાવિદ પોતાને રસ્તે પડયો અને શાઉલ ઘેર પાછો ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી શાઉલે દાઉદને કહ્યું, “મારા દીકરા દાઉદ, તું આશીર્વાદિત થા, કે જેથી તું પરાક્રમી કૃત્યો કરે અને પછી તું નિશ્ચે ફતેહ પામે.” તેથી દાઉદ પોતાને રસ્તે ગયો અને શાઉલ પોતાના સ્થળે પાછો ગયો. Faic an caibideil |
શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના!