Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:7 - પવિત્ર બાઈબલ

7 શાઉલને જયારે સમાંચાર પ્રાપ્ત થયા કે દાઉદ કઈલાહ ગયો છે, ત્યારે તે બોલ્યો, “દેવે એને માંરા હાથમાં સોંપી દીધો છે, કારણ, દરવાજા અને ભૂંગળોવાળા શહેરમાં પેસીને તે ફસાયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં આવ્યો છે ત્યારે શાઉલે કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે; કેમ કે દરવાજા તથા ભૂંગળોવાળા નગરમાં પેસવાથી તે અંદર ગોંધાઈ ગયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 દાવિદ કઈલા ગયો છે એવું શાઉલના જાણવામાં આવતાં તેણે મનમાં કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કિલ્લેબંધી અને દરવાજાવાળા નગરમાં જઇને દાવિદ પોતે ફસાયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં છે. ત્યારે તેણે કહ્યું, “હવે ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કેમ કે તે અંદરથી બંધ હોય દરવાજાવાળા નગરમાં પ્રવેશ્યો છે. તે સપડાઈ ગયો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:7
12 Iomraidhean Croise  

દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે?


યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે.


ફારુન વિચારશે કે, ઇસ્રાએલીઓ રણપ્રદેશમાં ભૂલા પડી ગયા છે અને રણ એમને ઘેરી વળ્યું છે.


“શત્રુ મનમાં બબડે છે, ‘હું પકડીશ પાછળ પડી, અને હું તેમનું ધન સધળુ લઈશ. હું બધું જ માંરી તરવાર વડે લઈ જઈશ. હું માંરે માંટે બધુંજ રાખીશ.’


દાઉદ રણની અંદર કિલ્લામાં રહેતો. પદ્ધી તે તેના માણસો સાથે પર્વતોમાં ઝીફ રણમાં સંતાઇ ગયો. શાઉલ હમેશા તેઓને શોધતો હતો. પરંતુ દેવે શાઉલને દાઉદને પઢડવા ન દીધો.


અને અહીમેલેખનો પુત્ર અબ્યાથાર દાઉદ પાસે કઈલાહ ભાગી ગયો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.


કઈલાહે જઈને દાઉદને અને તેના માંણસોને ઘેરી લેવા માંટે શાઉલે લશ્કરને તૈયાર થવા જણાવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan