Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:2 - પવિત્ર બાઈબલ

2 તેથી તેમણે યહોવાને પ્રશ્ર કર્યો કે, “માંરે જઈને આ પલિસ્તીઓ ઉપર હુમલો કરવો?” યહોવાએ જવાબ આપ્યો, “હા, તું જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર અને કઈલાહને બચાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી, “હું જઈને એ પલિસ્તીઓને મારું?” યહોવાએ દાઉદને કહ્યું, “જા; પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી તેણે પ્રભુને પૂછયું, “હું જઈને પલિસ્તીઓ પર હુમલો કરું?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, જા, તેમના પર હુમલો કરીને કઈલાનો બચાવ કર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી દાઉદે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, “હું જઈને આ પલિસ્તીઓ પર હુમલો કરું?” ઈશ્વરે દાઉદને કહ્યું, “જા અને પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:2
17 Iomraidhean Croise  

ત્યાર પછી દાઉદે યહોવાને પૂછયું, “શું હું યહૂદાના કોઈ એક શહેરમાં જાઉં?” યહોવાએ કહ્યું, “જા.” દાઉદે પૂછયું, “હું કયા નગરમાં જાઉં?” અને યહોવાએ જવાબ આપ્યો, “હેબ્રોન.”


દાઉદે યહોવાને સવાલ કર્યો, “શું હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે તેમને માંરા હાથમાં સુપ્રત કરશો?” યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં જરૂર સુપ્રત કરીશ.”


દાઉદે ફરીથી યહોવાને પૂછયું એટલે તેમણે જવાબ આપ્યો, “તેમના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, તું ચકરાવો માંર્યા પછી તેમના ઉપર પાછળથી શેતુરની ઝાડી નજીક હુમલો કરજે.


દાઉદે દેવની સલાહ લીધી, “હું પલિસ્તીઓ પર હુમલો કરુ? તું તેમને મારા હાથમાં સોંપી દેશે?” યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં સોંપી દઇશ.”


યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ, હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.


હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી. તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.


તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”


ઇસ્રાએલીઓના આગેવાનોએ તેમના થેલાઓમાંથી તેઓની રોટલીઓ ચાખી પણ યહોવાની સલાહ લીધી નહિ.


યહોશુઆના અવસાન પછી ઈસ્રાએલીઓ યહોવા પાસે તેની ઇચ્છાજાણવા ગયા, તેઓએ યહોવાને પૂછયું, “અમાંરામાંથી કયું કુળસમૂહ કનાનીઓ ઉપર પ્રથમ યુદ્ધ કરે?”


તેમણે યહોવાને પૂછયું, “એ માંણસ અહીં આવ્યો છે?” ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો કે, “તે પેલા સામાંનમાં સંતાયેલો છે.”


તેથી શાઉલે દેવને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે એમને ઇસ્રાએલના હાથમાં સુપ્રત કરશો?” પણ તે દિવસે દેવે કોઈ જવાબ આપ્યો નહિ.


પરંતુ દાઉદના માંણસોએ કહ્યું, “અહીં આપણે યહૂદાના લોકોથી છુપાઇ રહ્યા છીએ અને ભયભીત છીએ. આપણે કઇલાહમાં જઇને પલિસ્તીઓ સાથે યુદ્ધ કેવી રીતે કરીશુ?”


દાઉદે ફરી વાર યહોવાને પૂછયુ; યહોવાએ તેને કહ્યું, “કઇલાહ જાવ. હું તમને વિજયી બનાવીશ. તમે પલિસ્તીઓને હરાવશો.”


અને અહીમેલેખનો પુત્ર અબ્યાથાર દાઉદ પાસે કઈલાહ ભાગી ગયો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.


પછી દાઉદે યહોવાને પ્રશ્ર્ન કર્યો, “હું આ હુમલાખોરોનો પીછો પકડું? હુ એ લોકોને પકડી પાડીશ?” યહોવાનો જવાબ મળ્યો, “પીછો પકડ, તું જરૂર તેમને પકડી પાડીશ, અને બાનમાં પકડાયેલાઓને છોડાવી શકીશ.”


Lean sinn:

Sanasan


Sanasan